બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ભારત / 'તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ' Facebookની પેરન્ટ કંપની Metaને હાઈકોર્ટની ફટકાર

ટેક ન્યૂઝ / 'તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ' Facebookની પેરન્ટ કંપની Metaને હાઈકોર્ટની ફટકાર

Last Updated: 01:47 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને ફટકાર લગાવી છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઠપકો આપતા કહ્યું કે તેમની કામ કરવાની રીત સરકારી વિભાગ કરતા પણ ખરાબ છે. તેઓએ તેમનું 'ઘર' વ્યવસ્થિત કરવું પડશે.

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને ફટકાર લગાવી છે. કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે મેટાની કામ કરવાની રીત 'સરકારી વિભાગો' કરતા પણ 'ખરાબ' છે. કોર્ટે ટીવી ટુડે નેટવર્કની અરજીની સુનાવણીમાં આ ટિપ્પણી કરી છે. વાત એમ છે કે ઇન્સ્ટાગ્રામે ટીવી ટુડે નેટવર્કના હાર્પર્સ બજાર ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરી દીધું હતું. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની ખંડપીઠે કહ્યું કે જો મીડિયા હાઉસની ફરિયાદ સાંભળવામાં આવી રહી નથી, તો પ્રથમ દૃષ્ટિએ એવું માનવામાં આવશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીવી ટુડે કાઉન્સિલને ફેરવી રહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું- તમારી સિસ્ટમ કામ નથી કરી રહી

કોર્ટે કહ્યું, તમે કોઈપણ સરકારી વિભાગ કરતા પણ ખરાબ છો. કૃપા સાવચેત રહો. તમારી સિસ્ટમ કામ કરી રહી નથી. તેને કામ કરવું પડશે. આ સાથે ખંડપીઠે કહ્યું કે મેટાએ તેમના 'ઘર'ને વ્યવસ્થિત રાખવું પડશે. અન્યથા કોર્ટ તેને સજા કરવાનો આદેશ આપી શકે છે.

દિલ્હી હાઈકોર્ટ ટીવી ટુડે નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડની અરજી પર સુનાવણી કરી રહી હતી. પિટિશન થર્ડ પાર્ટી કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ પર ઇન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરવાની છે. આ ઉપરાંત, પિટિશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી 2021ના નિયમ 3(1)(c)ની બંધારણીયતાને પણ પડકારવામાં આવી છે.

કોર્ટે આપ્યો ઠપકો

ટીવી ટુડે નેટવર્કે જણાવ્યું કે તેઓએ આ બાબતે મેટાના ફરિયાદ નિવારણ અધિકારીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને એક જ જવાબ મળ્યો હતો કે મેલ સાચી ચેનલને સંબોધવામાં આવ્યો નથી. મીડિયા ગ્રુપના વકીલે કોર્ટમાં મેઈલ પણ બતાવ્યો. આના જવાબમાં મેટાએ કહ્યું કે આ એક ઓટોમેટિક રિપ્લાય છે. આ પછી કોર્ટે મીડિયા ગ્રુપને ફરીથી મેઈલ કરવા કહ્યું. ફરીથી મેઈલ કર્યા પછી પણ રિક્વેસ્ટ રિજેક્ટ થઈ હાઈ, જે ટીવી ટુડે નેટવર્કના વકીલે કોર્ટમાં બતાવી. આ પછી કોર્ટે ગુસ્સામાં કહ્યું કે, 'તમે અમારા પ્રત્યે હઠીલ વલણ ન અપનાવી શકો.'

કોર્ટે કહ્યું કે અમે જે કહીએ છીએ તે તમારે સાંભળવું પડશે. તમે સમજી શકતા નથી કે અમે શું કહી રહ્યા છીએ... અમે તમારી સાથે ખૂબ જ નમ્ર વર્તન કરી રહ્યા છીએ. અમે તમને તમારું ઘર વ્યવસ્થિત કરવા માટે ઘણો સમય આપ્યો છે. તમારી પાસે અબજો યુઝર્સ હોઈ શકે છે પરંતુ તમારું ઘર વ્યવસ્થિત નથી.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ, તૂટ્યો રેકોર્ડ, 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન

કોર્ટે મેટાને મીડિયા હાઉસની ફરિયાદની સુનાવણી કરવા કહ્યું છે. આ સાથે કોર્ટે કહ્યું કે, તમારી સિસ્ટમ કામ નથી કરી રહી. જો આમ જ ચાલતું રહેશે, તો અમે એક આદેશ આપીશું અને તમને ઠપકો આપીશું... આવું કરશો નહીં... મહેરબાની કરીને સમજો, જો સિસ્ટમ કામ નહીં કરે, તો નિયમો કોઈ કામના નહીં રહે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ