બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / સુપ્રીમ કોર્ટે પતંજલિને માનહાનિનો કેસ દાખલ કરવાની આપી મંજૂરી, IMA પ્રમુખના નિવેદન પર SC નારાજ

દિલ્હી / સુપ્રીમ કોર્ટે પતંજલિને માનહાનિનો કેસ દાખલ કરવાની આપી મંજૂરી, IMA પ્રમુખના નિવેદન પર SC નારાજ

Last Updated: 02:12 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patanjali Case Latest News : સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને IMA પ્રમુખના નિવેદનને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટની અવમાનના માટે અરજી દાખલ કરવાની મંજૂરી પણ આપી

Patanjali Case : ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) આદેશનો અનાદર કરવા બદલ પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેના પર નિર્ણય આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચના બે જજો જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કેસની સુનાવણી દરમિયાન IMAને કેટલીક સલાહ પણ આપી હતી. જ્યારે પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ત્યારે IMAને સારું લાગ્યું પરંતુ જ્યારે એ જ સુપ્રીમ કોર્ટે તેની ખામીઓ તરફ ધ્યાન દોર્યું ત્યારે IMAને શરમ આવી.

વાત જાણે એમ છે કે, IMAના પ્રમુખ ડૉ. આર.વી. અશોકને એક ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બિનજરૂરી રીતે સલાહ આપી છે કારણ કે આ મામલો તેમની પાસે નહોતો. જ્યારે પતંજલિ આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે IMA પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટમાં સંભળાવ્યું તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે અને IMAને આ માટે નુકસાન વેઠવું પડશે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને IMA પ્રમુખના નિવેદનને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટની અવમાનના માટે અરજી દાખલ કરવાની મંજૂરી પણ આપી હતી.

જાણો IMAના પ્રમુખે શું કહ્યુ ?

IMAના પ્રમુખ ડૉ. આરવી અશોકને સમાચાર એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, IMA અને ડોક્ટરોની પદ્ધતિઓની ટીકા દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ વાસ્તવિક મુદ્દો પતંજલિની જાહેરાતો સાથે સંબંધિત છે સમગ્ર તબીબી ક્ષેત્ર સાથે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટને શોભતું નથી. ડૉ. અશોકને કહ્યું, તમે કંઈ પણ કહી શકો પણ મોટાભાગના ડૉક્ટરો ઈમાનદાર હોય છે... નૈતિકતા અને સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. કોવિડ યુદ્ધમાં આટલું બલિદાન આપનાર દેશના તબીબી વ્યવસાય સામે કડક વલણ અપનાવવું કોર્ટને યોગ્ય નથી.

વધુ વાંચો : 'તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ' Facebookની પેરન્ટ કંપની Metaને હાઈકોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધું નિવેદન

IMA પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. જસ્ટિસ અમાનુલ્લાએ તો IMAને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની બેન્ચે IMAના વકીલને કહ્યું, તમે કોઈ સારું કામ કર્યું નથી અને તમે કેવી રીતે નક્કી કરી શકો કે કોર્ટ શું કરશે ?. બીજી તરફ પતંજલિ આયુર્વેદના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, IMA પ્રમુખનું નિવેદન કોર્ટની કાર્યવાહીમાં સીધો હસ્તક્ષેપ છે. જ્યારે રોહતગીએ IMA પ્રમુખ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની માગણી કરી તો સુપ્રીમ કોર્ટની બેન્ચે તેને મંજૂરી આપી. બેન્ચનું વલણ જોઈને લાગે છે કે, બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ કરતાં IMA પ્રમુખને વધુ ઠપકાનો સામનો કરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ