બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Re-read deleted messages on WhatsApp this way

જાણવા જેવું / WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ આ રીતે ફરી વાંચી લો, સિમ્પલ ટ્રીક ખોલી શકે છે મોટા રાઝ

Last Updated: 01:18 PM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ તમે ફરી વાંચી શકો છો. આજે આપણે એવી જ અમુક ટ્રિક વિશે જાણીશું.

  • વોટ્સએપના ઘણા ફિચર્સ વિશે નથી જાણતા હોવ તમે 
  • ડિલીટ કરેલા મેસેજ આ રીતે વાંચો 
  • જાણો કઈ રીતે વાંચી શકાશે મેસેજ 

WhatsApp પર ઘણા એવા ફિચર્સ છે જેના વિશે યુઝર્સને ખબર નથી હોતી. ઘણી વખત લોકો વોટ્સએપ પર એવા મેસેજ ડિલીટ કરી નાખે છે જે ભુલથી મોકલાઈ ગયા હોય અથવા તો સામેવાળો તે ન વાંચી જાય તેવો ડર હોય. પરંતુ શું તમને ખબર છે કે WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ તમે ફરી વાંચી શકો છો. આજે આપણે એવી જ અમુક ટ્રિક વિશે જાણીશું. 

તમને જણાવી દઈએ કે વોટ્સએપ પર એવું કોઈ ફિચર નથી કે જેના દ્વારા તમે ડિલીટ કરેલા મેસેજ જોઈ શકો. વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજને ફરી વખત ન વાંચી શકાય. તેના માટે કોઈ જરૂરી મેસેજ ડિલીટ થઈ ગયો હોય અને તમારે તેને ફરી વખત વાંચવો હોય તો તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમારે જરૂરી મેસેજ વાંચવો છે તો બીજી એપની મદદ લઈ શકો છો. 

આ રીતે વાંચી શકો છો ડિલીટ કરેલા વોટ્સએપ મેસેજ 

  • વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજને વાંચવા માંગો છો તો તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ડાઉનલોડ કરવાની રહેશે. 
  • પ્લે સ્ટોરમાંથી WhatsRemoved+ ઈન્સ્ટોલ કરો. ત્યાર બાદ ટર્મ્સ એન્ડ કન્ડીશન્સને એક્સેપ્સ કરી લો. 
  • એપનો ઉપયોગ કરવા માટે તમારે નોટિફિકેશનનું એક્સેસ આપવાનું રહેશે. 
  • પછી એ એપ્લીકેશન્સને સિલેક્ટ કરો, જેના નોટિફિકેશનન્સથી બચવા માંગો છો. 
  • ત્યાર બાદ વોટ્સએપને ઈનેબલ કરો અને કન્ટીન્યુ પર ક્લિક કરી દો. 
  • પછી જ્યારે તમે પેજ પર જશો. તો વોટ્સએપ પર ડિલીટ થયેલી મેસેજ દેખાશે. 
  • સ્ક્રીનના ટોપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે વોટ્સએપના આઈકન જોવા મળશે. તેના પર ક્લિક કરો. 
  • તેને ઈનેબલ કર્યા બાદ તમે ડિલીટ કરેલા વોટ્સએપના મેસેજને વાંચી શકશો. 

આ ખબર ફક્ત જાણકારી માટે છે. વોટ્સએપ આ પ્રકારનું કોઈ ફિચર નથી આપતું. જો તમારે થર્ડ પાર્ટી એપ સુરક્ષિત નથી લાગી રહી અને કોઈ પ્રકારનો ખતરો લાગે છે તો તેને ઈન્સ્ટોલ ન કરો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Re-read deleted messages WhatsApp ડિલીટ મેસેજ વોટ્સએપ WhatsApp
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ