બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 PM, 23 October 2019
ADVERTISEMENT
ખાસ કરીને ગાય કે ભેંસને દાહીને સીધુ ઉપયોગમાં લેવાતું દુધ કાયુ દુધ કહેવાય છે. કાચા દૂધ વિશે વાત કરી રહ્યા છીએ. આમ તો કાચુ દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કાચુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને એલર્જીથી બચી શકાય છે. આ સિવાય તે ત્વચા માટે ફાયદાકારક છે. પરંતુ, કાચુ દૂધ ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
ગાય, ભેંસ, બકરી અને ઘેટાંના કાચા દૂધમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કહેવું છે કે કેટલાક બેક્ટેરિયા જોખમી છે. કાચા દૂધમાં, ઇકોલી, લિસ્ટરિયા અને કેમ્પીલોબેક્ટર જેવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે હાનિકારક છે આ બેક્ટેરિયા ખોરાકજન્ય બીમારીનું કારણ બની શકે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આ બેક્ટેરિયા વધારે નુકસાન પહોંચાડી શકતા નથી, પરંતુ જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આ બેક્ટેરિયા તમને બિમાર કરી શકે છે.
ડાયાબિટીસ, કેન્સર અને એચ.આય.વી પોઝીટીવ કે જેમને કોઈપણ પ્રકારના અંગ પ્રત્યારોપણ કર્યું હોય તેવા દર્દીને કયારેય કાચુ દૂધ ન આપવું જોઈએ. આ સિવાય કાચુ દૂધ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને પણ ન આપવું જોઇએ. કાચા દૂધ કરતાં ઉકાળેલું દૂધ વધારે ફાયદાકારક છે. દૂધને ઉકાળવાથી બેક્ટેરિયા મરી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.