ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja upset with chennai super kings

IPL 2022 / CSKથી નારાજ જાડેજા? કેપ્ટનશીપ વિવાદમાં સૌથી મોટા સમાચાર, ફેન્સનું તૂટી જશે દિલ

Published By: Khyati

Last Updated: 05:37 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજાને પહેલા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પછી તેને અધવચ્ચે જ પડતો મૂકવામાં આવ્યો હતો. તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ આ મામલે કંઇક અલગ જ વાતો સામે આવી રહી છે.

ADVERTISEMENT

  • કેપ્ટનશિપ વિવાદથી નારાજ જાડેજા 
  • પહેલા cskનો કેપ્ટન બનાવાયો
  • વિવાદને લઇને લોકોના અલગ અલગ નિવેદન

આઇપીએલ-2022ની સિઝન ચેન્નાઇ સુપરકિંગ્સ માટે આ વખતે દમદાર ન રહી. ટીમે 9 વખત હારનો સામનો કરવો પડ્યો.પ્લે ઑફમાં પણ જગ્યા બનાવી ન શકી. પરંતુ આ વચ્ચે  ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે ચેન્નાઇ સુપર કિંગ્સના સંબંધોમાં અસર પડી છે. રવીન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને મિડલ ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ તે  ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો હતો.

રવિન્દ્ર જાડેજા દુઃખી-પરેશાન

ત્યારે રવીન્દ્ર જાડેજાના નજીકના લોકોનું કહેવુ છે કે આવા ઘટનાને લઇને રવિન્દ્ર જાડેજા દુઃખી છે.તેનું કહેવું છે કે કેપ્ટનશિપના વિવાદને સારી રીતે હેન્ડલ કરી શકાયો હતો પરંતુ આ પદ્ધતિ યોગ્ય ન હતી. જે તરીકે બધુ બન્યુ તેનાથી કોઇ પણ વ્યક્તિ નારાજ થઇ શકે છે. 

CSKએ 8માંથી 6 મેચમાં હાર

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL-2022ના બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી અને ટીમ પ્રથમ 8 મેચમાંથી 6 મેચમાં હારી ગઈ. આ પછી રવિન્દ્ર જાડેજાના સ્થાને એમએસ ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ બીજી જ મેચમાં રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. બાદમાં તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી શક્યો ન હતો અને પછી તે ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો હતો. એવા અહેવાલો પણ હતા કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. જો કે રવિન્દ્ર જાડેજા પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી.

CSKએ એક નિવેદન બહાર પાડ્યું હતું

જ્યારે રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે ટુર્નામેન્ટ છોડવાના અહેવાલો હતા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેની અને CSK વચ્ચે બધુ બરાબર નથી. જોકે, CSKના CEO કાશી વિશ્વનાથને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ બહારના સમાચારોથી વાકેફ નથી, પરંતુ રવિન્દ્ર જાડેજા હજુ પણ CSKની યોજનાનો એક ભાગ છે.

કંઇર રંધાઇ રહ્યું છે- પૂર્વ ક્રિકેટર 

આ વિવાદ પર પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ કહ્યું  કે જો તમારી ટીમ ત્રણમાંથી 2 સિઝનમાં પ્લેઓફમાં નથી પહોંચી શકતી તો કંઈક તો થઈ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મેદાન પર તેની ઈજા એટલી ગંભીર ન હતી, તેથી તમે કહી શકો કે કંઈક રંધાઈ રહ્યું છે.

રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં પહોંચી ઇજા 

CSK અને રવિન્દ્ર જાડેજા વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજા છે, જેના કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે. રવીન્દ્ર જાડેજાને CSKએ રૂ. 16 કરોડમાં જ્યારે એમએસ ધોનીને રૂ. 12 કરોડમાં રિટેન કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL 2022 એમ એસ ધોની નારાજ જાડેજા રવિન્દ્ર જાડેજા IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ