ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja said that he has direct connection with pm narendra modi

મજેદાર જવાબ / મોદીજી સાથે છે ડાયરેક્ટ કનેક્શન: રવીન્દ્ર જાડેજાએ ટ્રોલરને આપ્યો જોરદાર જવાબ, ટ્વિટ થયું વાયરલ

Published By: Jaydeep Shah

Last Updated: 01:09 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ PM મોદીનું ટ્વીટર પર જામનગરમાં સ્વાગત કર્યું હતું, ત્યારે એક ટ્વીટર યુઝરને જવાબ આપતા તેમણે કહ્યું કે મોદીજી સાથે સીધું કનેક્શન છે.

ADVERTISEMENT

  • PM મોદી આવ્યા હતા જામનગર 
  • રવીન્દ્ર જાડેજાએ ટ્વીટર પર કર્યું PM મોદીનું સ્વાગત 
  • એક યુઝરને જવાબ આપતા જાડેજાએ કહ્યું કે મોદીજી સાથે સીધું કનેક્શન છે 

PM મોદી આવ્યા હતા જામનગર 

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ઘણા સ્થળો પર રેલી કરી હતી. આ દરમિયાન તેમણે જામનગરની જનતાને પણ સંબોધિત કરી હતી. આ વચ્ચે ભારતીય ઓલરાઉન્ડર અને જામનગર સાથે સંબંધ ધરાવનાર રવીન્દ્ર જાડેજાએ પોતાના ટ્વીટરનાં માધ્યમથી પ્રધાનમંત્રીની રેલીનું સ્વાગત કર્યું હતું. 

રવીન્દ્ર જાડેજાએ ટ્વીટર પર કર્યું PM મોદીનું સ્વાગત 

જાડેજાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર PM મોદીની તસવીરને પોસ્ટ કરીને લખ્યું કે - મારા ગૃહનગરમાં તમારું સ્વાગત છે અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. જાડેજાએ ટીવી પર જનતાને સંબોધિત કરી રહેલા PM મોદીની તસવીર ક્લિક કરીને પોસ્ટ કરી. ભારતીય ઓલરાઉન્ડર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી PM મોદીની તસવીરની નીચે જાડેજાની તસવીર જોવા મળી રહી હતી. આવામાં એક ટ્વીટર યૂઝરે જાડેજાને પૂછ્યું કે શું મોદીજીનો તાર તમારા માથા પર ઘૂસી ગયો છે? 

મોદીજી સાથે સીધું કનેક્શન છે - જાડેજા 

આ સવાલનો જાડેજાએ મજેદાર જવાબ આપ્યો. જાડેજાએ તે યુઝરને જવાબ આપતા કહ્યું કે હા, સીધું કનેક્શન છે. 

જાડેજાનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીની સક્રિય કાર્યકર્તા છે. તેમણે વર્ષ 2019માં બીજેપીની સદસ્યતા લીધી હતી. તેઓ મોટેભાગે ભાજપા સાથે જોડાયેલ રાજનીતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આવામાં ટ્વીટર પર યૂઝર્સે જાડેજાની મજાક કરવાની કોશિશ કરી, જેના પર ભારતીય ઓલરાઉન્ડરે મજેદાર જવાબ આપ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News PM નરેન્દ્ર મોદી Ravindra Jadeja રવીન્દ્ર જાડેજા Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ