બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Rashottam Rupala Controversy Collector will send inquiry report Election Commission

લોકસભા ચૂંટણી 2024 / પરષોત્તમ રૂપાલા વિવાદ: આજ સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર ચૂંટણી પંચને મોકલશે તપાસનો રિપોર્ટ

Ajit Jadeja

Last Updated: 09:45 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીનો વીડિયો વાઈરલ થતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે

પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી ત્રણ દિવસથી તપાસ કરી રહ્યા છે. વીડિયો સહિતની તમામ બાબતની  ચકાસણી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલશે.લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલા વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીનો વીડિયો વાઈરલ થતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. અને તેના પડઘા રાજકોટથી શરૂ થયા અને રાજ્યભરમાં પડ્યા છે. રૂપાલાનો આ વિવાદિત વીડિયો વાઈરલ થયા બાદ ચૂંટણી પંચે તપાસનો આદેશ આપ્યો હતો, જેમાં રાજકોટ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી તેમજ નોડલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી હતી. આ વિડિયોમાં રૂપાલા દ્વારા શું બોલાયુ અને તેનાથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ તેને લઇ રીપોર્ટ તૈયાર કરાશે અને ચૂંટણી પંચને મોકલવામાં આવશે.

શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે. 

રુપાલા વિરુદ્ધ રાજ્યમાં પ્રદર્શન

પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એટલુ જ નહી રુપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોચ્યો છે.  શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી. 

આ પણ વાંચોઃ વિરોધનો નવો રસ્તો! એકસાથે 100 ક્ષત્રિયાણીઓ રાજકોટ બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી

બે વાર માફી માગી ચુક્યા છે રૂપાલા

રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ