બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Ranu Mondals Daughter, Criticised For Abandoning Mother, Says I have Always Looked After Her
પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પાસે ગીત સંભળાવીને જીવન ગુજારનારી રાનૂ મંડલ હવે ફેમસ થઈ ચૂકી છે. રાનૂ મંડલે બોલિવૂડમાં પગ મૂક્યો છે. અને તેની દીકરી પણ તેની પાસે આવી ચૂકી છે. જોકે સોશ્યિલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં જ આઈએએનએસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાનૂ મંડલે દીકરી એલિઝાબેથ સાઠી રોયે કહ્યું કે તે પોતાની માતાની દેખરેખની પૂરી કોશિશ કરતી પણ તે કરી શકી નહીં. જો કે માતાના ફેમસ થયા બાદ દીકરી પાછી આવી તો તેને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
10 yrs ago, the only daughter of #RanuMondal left her to beg on streets. She never checked if she's even alive. Ranu fed herself by pittance people gave hearing her songs.
— Deepika Bhardwaj (@DeepikaBhardwaj) August 28, 2019
As popularity & money poured in, her disgusting daughter came back to grab a pie. The Mother still smiled! pic.twitter.com/ooroq5oFCB
ADVERTISEMENT
એક ટ્વિટર યૂઝરે લખ્યું કે 10 વર્ષ પહેલાં રાનૂ મંડલની એકમાત્ર દીકરીએ તેમને સડક પર ભીખ માંગવા માટે છોડી દીધા હતા. તેણે ક્યારેય જોવાની તસ્દી લીધી નહીં કે તેની માતા જીવે છે કે નહીં. રાનૂ પોતે પેટ ભરવા માટે ગીત ગાતી. જેવી તે ફેમસ થઈ તેમની દીકરી પાછી આવી અને છતાં તેની માતા સ્માઈલ કરી રહી છે.
Call me whatever you want to, this lady left her mom for begging on streets, once #RanuMondal got name and fame suddenly remembers her mother and look at the mother how welcoming she is😍 but I hate her daughter. pic.twitter.com/sY7jR2LELu
— Sugar Cup🌙 (@Sonia177sweet) August 26, 2019
ADVERTISEMENT
એક અન્ય યૂઝરે કહ્યું, 'તમને જે મન થાય તે બોલો, પણ આ મહિલાએ પોતાની માતાને સડકો પર ભીખ માંગવા માટે છોડી દીધી હતી. જ્યારે રાનૂ મંડલને ફેમ મળ્યુ તો તેને અચાનક પોતાની માતા યાદ આવી. તેની માતાને જુઓ કેવી રીતે તે દીકરીનું સ્વાગત કરી રહી છે. પણ મને તેમની દીકરીથી નફરત છે.'
ADVERTISEMENT
એલિઝાબેથે ટ્રોલર્સને સફાઈ આપતાં કહ્યું કે, મને ખબર નથી કે મારી માતા રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી કારણકે હું તેની પાસે વધારે જઈ શકતી ન હતી. હું થોડા મહિના પહેલા ધર્મતાલ (કોલકત્તા) ગઈ હતી અને મેં તેમને બસ સ્ટેન્ડ પર બેઠેલી જોઈ. હું ડિવોર્સી છું અને સૂરીમાં એક દુકાન ચલાવું છું. હું સિંગલ મધર છું અને મારા નાના બાળકની દેખરેખ કરું છું. શક્ય તેટલી માતાની દેખરેખ પણ કરતી હતી. મેં અનેકવાર મારી માતાને મારી સાથે રહેવા કહ્યું પણ તે માની નહી. છતાં લોકો મારી પર આરોપ લગાવી રહ્યા છે. લોકો મારી વિરુદ્ધમાં છે. હવે હું કોની પાસે જાઉં.
બોલિવૂડમાં ઓળખ બનાવતા પહેલાં પોતાની ઓળખ બનાવવા માટે રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશનની પાસે ગીત ગાઈને પોતાનું પેટ ભરતી જોવા મળી હતી. તેમનું ગીત સાંભળીને કોઈ પણ વ્યક્તિ તેમને ખાવાનું આપતું અને રૂપિયા પણ. રાનૂ મંડલ પાસે રહેવા માટે કોઈ ઘર પણ ન હતું. પણ એક વીડિયોએ તેમને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.