બ્રેકિંગ ન્યુઝ
રંગ પંચમીનો તહેવાર વર્ષ 2024માં 30 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતાઓ અનુસાર આ દિવસે દેવી-દેવતા ધરતી પર હોળી રમવા માટે આવે છે. દ્વાપર યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણએ રાધાજીની સાથે હોળી રમી હતી. તેમને જોઈને દેવી-દેવતા પણ ગોપી અને ગ્વાલિયાના રૂપમાં તેમની સાથે હોળી રમવા ધરતી પર આવ્યા હતા.
ADVERTISEMENT

ત્યારથી જ રંગ પંચમીનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલતી આવે છે. રંગ પંચમી પર અબીર-ગુલાલથી હોળી રમવાની સાથે જ અમુક ઉપાય કરીને પણ તમે પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. જાણો અમુક ઉપાયો વિશે.
ADVERTISEMENT
રંગ પંચમી પર ન કરો આ ઉપાય
રંગ પંચમીના તહેવારની શરૂઆત ભગવાન કૃષ્ણ અને રાધાજીએ કહી હતી. માટે રંગ પંચમીના દિવસે રાધા-કૃષ્ણની પ્રતિમા કે તસવીર પર ગુલાલનું તિલક જરૂર કરો. સાથે જ રાધા કૃષ્ણની આરાધના કરવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે.
માતા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન
રંગ પંતમી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા છે કે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને માતા લક્ષ્મીની ખાસ કૃપા તમને પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
.jpg)
જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર
આ દિવસે પોતાના ઈષ્ટ દેવી-દેવતાઓની પૂજા કરવાથી તમારા જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. રંગ પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને અબીર-ગુલાલ અર્પિત કરવાથી કરિયર અને પરિવારિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.
ADVERTISEMENT
આધ્યાત્મિક ઉન્નતિ માટે
આ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે યોગ-ધ્યાન કરવાથી તમને પારલૌકિક અનુભવ આ દિવસે થઈ શકે છે.
વધુ વાંચો: ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ
ADVERTISEMENT
ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે. માટે રંગ પંચમીના દિવસે તમારે ગાયની સેવા કરવી જોઈએ સાથે જ તેને ઘાંસ નાખો અને રોટલી ખવડાવો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.