બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chaitra month 2024 donts lakshmi get angry things to avoid in chaitra

ધર્મ / ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ

Arohi

Last Updated: 03:04 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Month 2024: આ વર્ષે 27 માર્ચથી ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે. જો તમે આ મહિનામાં પોતાના ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માંગો છો તો તમારે ચૈત્રના મહિનામાં અમુક કામોને કરવાથી બચવું જોઈએ.

હિંદૂ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે અને તેના બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે. ચૈત્ર મહિનો 27 માર્ચથી શરૂ થઈ ચુક્યો છે જે 23 એપ્રિલે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી હતી. હિંદૂ ધર્મમાં ચૈત્ર મહિનાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે આ મહિનામાં નવરાત્રિ, રામનવમી, પાપમોચિની એકાદશી, હનુમાન જયંતી જેવા ઘણા મોટા તહેવાર આવે છે. 

ધાર્મિક શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનામાં અમુક કામો કરવામાં નથી આવતા. એવી માન્યતા છે કે આ મહિનામાં અમુક કાર્યો કરવાથી વ્યક્તિઓને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો કરવાથી બચવું જોઈએ. 

ચૈત્ર મહિનામાં માતા લક્ષ્મી અને દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે અમુક ખાસ ઉપાય પણ અપનાવવામાં આવે છે જેના કારણે ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને સુખ શાંતિ આવે છે. આ આખા મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ મહિનો માતા દુર્ગાને સમર્પિત હોય છે અને આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે. નવરાત્રિના કારણે આ આખા ચૈત્ર મહિનામાં ભગવતીની આરાધના કરવી મુખ્ય રીતે લાભકારી હોય છે. 

ચૈત્ર મહિનામાં ન કરો આ કામ 
તામસિક ભોજન અને માંસાહાર  

ચૈત્ર મહિનામાં ભૂલથી પણ તામસિક કે માંસાહાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં આ ભોજન કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ જાય ચે. જેનાથી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

ન કરો ગોળનું સેવન 
તેના ઉપરાંત આ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ. ગોળની તાસીર ગરમ હોય છે અને ઉનાળા વખતે ગોળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. 

વાળ અને નખ ન કાપો 
ચૈત્ર મહિનામાં વાળ ન કાપવા જોઈએ. એવી માન્યતા છે કે આ મહિનામાં વાળ કાપવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે અને ગૃહ ક્લેશ થઈ શકે છે. તેના ઉપરાંત પ્રયત્ન કરો કે આ મહિનામાં નખ ન કાપો. જો નખ કાપવા માંગો તો પણ ગુરૂવારે અને રાત્રીના સમયે નખ ન કાપો. 

લડાઈ ઝગડા ન કરો 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં ઘરમાં લડાઈ-ઝગડા ન કરવા જોઈએ. પતિ અને પત્ની કોઈ પણ વિવાદથી બચો. એવી માન્યતા છે કે ઘરની સ્ત્રી માતા લક્ષ્મીનું રૂપ હોય છે. માટે આ મહિનામાં ભૂલથી પણ લડાઈ ન કરવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

વધુ વાંચો : હિન્દુ નવા વર્ષના 3 દિવસ પહેલા શનિ કરશે ગોચર! રાતોરાત ખીલી ઉઠશે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય

કરી શકો છો નવા કાર્ય 
વેદ-પુરાણો અનુસાર ચૈત્ર મહિનાનો પહેલો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે કોઈ પણ નવા કાર્ય કરી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Month 2024 Maa Lakshmi ચૈત્ર મહિનો માતા લક્ષ્મી Chaitra Month 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ