બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બિયોન્ડ વીડિયોઝ / ranbir kapoor and alia bhatt christmas party video viral entertainment news
Last Updated: 09:54 AM, 27 December 2023
ADVERTISEMENT
બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે ક્રિસમસ 2023 ખૂબ જ ખાસ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પહેલી વાર મીડિયા સામે રાહા કપૂરનો ચહેરો રિવીલ કર્યો છે અને પૂરા પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી. ક્રિસમસ સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિડીયોના કારણે રણબીર કપૂર યૂઝર્સના નિશાના પર આવી ગયા છે અને તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ વિડીયોમાં રણબીર કપૂર, આલિયા પરિવાર સાથે ડાઈનિંગ ટેબલ પર બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ કેક પર શરાબ નાખે છે, ત્યારપછી રણબીર કપૂર કેક પર લાઈટરથી આગ લગાવે છે અને ત્યારપછી ‘જય માતાજી’ બોલે છે. વિડીયોમાં તમામ લોકો હસી રહ્યા છે અને ક્રિસમસ કેક કટ કરી રહ્યા છે. રણબીર કપૂર કેકમાં આગ લગાવ્યા પછી ‘જય માતાજી’ બોલી રહ્યા હોવાને કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
‘જય માતાજી’ બોલવા બદલ ટ્રોલ
વિડીયોમાં કૃણાલ કપૂર, નવ્યા નવેલી નંદા, આદર જૈન અને જહાન કપૂર જોવા મળી રહ્યા છે. આ વિડીયો પર યૂઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે, ‘બ્રહ્માસ્ત્રના શિવાની યાદ આવી ગઈ’, ‘જય માતાજી ખૂબ જ ફની રીતે બોલ્યા’. ટ્રોલર્સ રણબીર કપૂરને ટ્રોલ કરી રહ્યા છે કે, ‘દારૂ અને જય માતાજી... બકવાસ’, ‘જય માતાજી બોલવું અને કેક પર શરાબ નાખવી, બકવાસ છે.. તો પણ આપણે તેને મૂર્તિ બનાવી દઈએ છીએ.’,
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.