ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Ramayan actor arvind trivedi ravan re Telecast

રિ-ટેલિકાસ્ટ / દૂરદર્શન પર ફરી રામાયણનું પ્રસારણ જોઈને રડી પડ્યા 'રાવણ'નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી

Published By: Hiren

Last Updated: 07:43 PM, 28 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂરદર્શન પર આજથી રામાયણનું ફરી પ્રસારણ શરૂ થયું છે. ત્યારે મુંબઇ સ્થિત અરવિંદ ત્રિવેદીએ પરિવાર સાથે રામાયણ નિહાળી હતી. રામાયણ સીરિયલમાં અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવેલું છે. ત્યારે અરવિંદ ત્રિવેદી રામાયણ જોઇને ભાવૂક થઇ ગયા હતા.

ADVERTISEMENT

  • રામાયણનું ફરી પ્રસારણ શરૂ
  • અરવિંદ ત્રિવેદીએ નિહાળી રામાયણ
  • રામાયણ જોઇને થયા ભાવૂક

1980ના દાયકામાં આવેલી રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીએ આજે ટીવી પર ફરી એક વખત રામાયણ સીરિયલ જોઈ. આ જોયા બાદ અરવિંદ ત્રિવેદી ઘણા ભાવૂક થઇ ગયા હતા. અરવિંદ ત્રિવેદીની ઉંમર હવે 82 વર્ષ થઇ ચૂકી છે. તેના કારણે તેઓ વધુ ચાલી-ફરી નથી શકતા, પરંતુ તેમણે ટીવીની પાસે બેસીને પોતાની વર્ષો જૂની સીરિયલ રામાયણને જોઇ. આ સીરિયલને જોતા અરવિંદ ત્રિવેદીએ જૂના દિવસોને પણ તાજા કર્યા.

આજથી કેટલાક વર્ષો પહેલા 80ના દાયકામાં આવેલા ડાયરેક્ટર રામાનંદ સાગરની આ સીરિયલ ખુબ જ ફેમસ થઇ હતી. આ ફેમસ સીરિયલ જનતાની માંગ પર ફરીથી શરૂ થઇ ગઇ છે. આનું પ્રસારણ ડીડી નેશનલ ચેનલ પર સવારે 9 અને સાંજે 9 વાગ્યે થઇ રહ્યું છે.

કોરોનાના કારણે રામાયણ સિવાય મહાભારત પણ ટીવી પર ફરી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે ભારતમાં 900થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 20થી વધુના મોત થઇ ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan arvind trivedi અરવિંદ ત્રિવેદી રામાયણ Ramayan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ