ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 10,000થી વધુ મહેમાન, 3000 રૂમ બુક, ખુદ PM મોદી જવાના છે રામ મંદિર, ક્યારે?

નેશનલ / 10,000થી વધુ મહેમાન, 3000 રૂમ બુક, ખુદ PM મોદી જવાના છે રામ મંદિર, ક્યારે?

Published By: Jinal Chauhan

Last Updated: 02:59 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે રામ મંદિરના 161 ફુટ ઊંચા શિખર પર 22×11 ફુટનો ભગવો ધ્વજ લહેરાવશે. આ કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાની જેમ જ ભવ્ય હશે.

ADVERTISEMENT

અયોધ્યામાં આ આયોજન માટે 25 નવેમ્બરના રોજ વરિષ્ઠ ભાજપ નેતાઓનો એક મોટો જમાવડો થશે, જે પાર્ટીના નવા અભિયાનની શરૂઆતનું પ્રતીક પણ હશે. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન દુનિયાના સૌથી મોટા સ્કાઉટ અને ગાઈડ જમ્બૂરી માટે સ્પર્ધકોને આમંત્રિત કરશે. જેમાં 35000થી વધુ ઉમેદવારો ભાગ લેશે. બીજી તરફ વિકસીત ઉત્તર પ્રદેશ અભિયાનની સફળતાની સમીક્ષા પણ કરશે, જેના માટે અત્યાર સુધી પાંચ લાખથી વધુ સૂચનો મળ્યા છે અને જેવરમાં બની રહેલા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ નિરીક્ષણ કરશે.

ધ્વજ પર શું હશે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિના જણાવ્યા પ્રમાણે,વાલ્મીકી રામાયણમાં વર્ણિત સૂર્ય, ઓમ અને કેવડાના વૃક્ષના પ્રતીકો સાથેનો ભગવા રંગનો ધ્વજ 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચાઈ પર લહેરાવવામાં આવશે.ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યું કે પાંચ દિવસીય સમારોહ 21 નવેમ્બરે શરૂ થશે અને 25 નવેમ્બરે ધ્વજારોહણ સાથે પૂર્ણ થશે.

સમારોહમાં 10,000 મહેમાન

રામ મંદિર ટ્રસ્ટે આ આયોજન માટે મહેમાનોની સંખ્યા 8000થી વધારીને 10,000 કરી દીધી છે. રામ મંદિર પરિસરના છ અન્ય મંદિરો શેષાવતાર મંદિર પર પણ ધ્વજારોહણ કરવામાં આવશે. જે ભગવાન શિવ, ગણેશ, સૂર્ય, હનુમાન, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાના મંદિર છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે, ધ્વજારોહણ સમારોહ દરમિયાન રામ મંદિર સહિત તમામ 8 મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને હવન કરવામાં આવશે તથા અન્ય અનુષ્ઠાન પણ કરવામાં આવશે.

RAM MANDIR

પવન સામે અડીખમ રહેશે ધ્વજ

અયોધ્યા અને કાશીના આચાર્યો ધાર્મિક વિધિ કરશે. રામ મંદિરની ટોચ પરના ધ્વજસ્તંભને 360-ડિગ્રી ફરતા બોલ બેરિંગ્સ દ્વારા ટેકો આપવામાં આવશે. જે ખાતરી કરશે કે ધ્વજ 60 કિમી/કલાક સુધીના પવન સામે અડીખમ રહી શકશે અને તોફાનમાં નુકસાન થતું નથી. ધ્વજના કાપડની ગુણવત્તા અને તોફાનનો સામનો કરવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ધ્વજ બનાવતી એજન્સી 28 ઓક્ટોબરે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ રિપોર્ટ રજુ કરશે. તેના આધારે ધ્વજ માટે કાપડની પસંદગી કરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ છઠ પૂજાને લઈ સોમવારે રજા જાહેર, સરકારી કચેરીઓ, શાળા-કોલેજો બંધ રહેશે, CMએ કરી મોટી જાહેરાત

હોટલ ક્ષેત્રમાં પણ અર્થવ્યવ્સથાનો વિકાસ

આ ભવ્ય સમારોહમાં દેશ અને દુનિયામાંથી લગભગ 10 હજાર મહેમાન, સંત પૂજારી સહિત અન્ય વીઆઈપી આવી રહ્યા છે. જેમાં રહેવા માટે અયોધ્યાની હોટલ, લોજ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, હોમસ્ટે બુક કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ ત્રણ હજાર રૂમની બુકિંગ કરવામાં આવ્યું છે. આ રીતે હોટલ ક્ષેત્રમાં પણ અર્થવ્યવ્સથાનો વિકાસ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya News Ram Mandir Flag Hoisting

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ