બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rajya sabha candidate sumer singh solanki bjp badwani mp jyotiraditya scindia

રાજનીતિ / કોલેજમાં ભણાવતા હતા પ્રોફેસર અને રાજ્યસભામાં ઉમેદવારી માટે આવ્યો ફોન, જાણો કોણ છે આ શખ્સ

Published By: Krupa

Last Updated: 08:05 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના રાજ્યસભાની પહેલી સુરક્ષિત સીટ માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉમેદવાર જાહેર કર્યા તો એ બીજી બાજુ રાજ્યસભા સીટ માટે બડવાનીના એક યુવા પ્રોફેસર સુમેર સિંહ સોલંકીને રાજ્યસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ગુરુવારે સુમેર સિંહના નામની જાહેરાત થઇ રહી હતી, ત્યારે એ કૉલેજમાં ભણી રહ્યા હતા.

મધ્યપ્રદેશ રાજ્યસભા સીટ માટે ભાજપે પોતાના બીજા ઉમેદવારના રૂપમાં બડવાનીમાં મહાવિદ્યાલયના પ્રોફેસર સુમેર સિંહ સોલંકીના નામની જાહેરાત કરી દીધી છે. સમાચાર મળતા જ સુમેર સિંહ સોલંકીને શુભેચ્છા આપનાર લોકોની ભીડ ઊમટી. 

ત્યારબાદ સુમેર સિંહ સોલંકી પોતાના પદથી ત્યાગપત્ર આપીને તરત ભોપાલ માટે રવાના થઇ ગયા. 

વર્તમાનમાં શહીદ ભીમા નાયક શાસકીય સ્નાતક મહાવિદ્યાલય, બડવાનીમાં પ્રોફેસરના રૂપમાં કામ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ લોક સેવા આયોગ પરીક્ષા 2005 દ્વારા સહાયક પ્રધાન અધ્યાપક પદ પર સોલંકીની પસંદગી થઇ હતી. 

સુમેર સિંહ સોલંકી એસટી વર્ગથી સંબંધ રાખે છે અને એમની ઉપજાતિ બારેલા છે. એમનું જોડાણ શરૂઆતથી આરએસએસ રહ્યું છે. સોલંકીના સંબંધી કાકા મકન સિંહ સોલંકી ખરગોન-બડવાની સાંસદ રહી ચુક્યા છે. 

સુમેર સિંહનો જન્મ બડવાની જિલ્લાના ઠાન ગામમાં થયો હતો. સોલંકીએ ઇતિહાસ વિષયમાં પીએચડીથી કરી છે. હાલમાં સોલંકી બડવાનીમાં રહે છે. 

જણાવી દઇએ કે મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભા સીટો ખાલી થઇ રહી છે, જેમાં ભાજપ કોટાથી પ્રભાત ઝા અને સત્યનારાયણ જટિયા તો એક કોંગ્રેસથી દિગ્વિજય સિંહનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. ભાજપે અત્યાર સુધી પોતાના જૂના દિગ્ગજની જગ્યા કોંગ્રેસથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને ઊતાર્યા છે તો બીજી સીટ માટે સુમેર સિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ આ રીતે પોતાના બંને દિગ્ગજ પ્રભાત ઝા અને સત્યનારાણ જચિયાને રાજ્યસભાની ટિકીટ આપી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jyotiraditya Scindia badwani national sumer singh solanki જ્યોતિરાદિત્ય સિંધિયા સુમેર સિંહ સોલંકી politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ