બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Rajiv used to change the CM at the airport, the new selection formula made during Sonia's time

CM પસંદગી / રાજીવ ગાંધીના કાર્યકાળમાં ગુજરાતથી લઈને UP સુધી કેટલાય રાજ્યોમાં રાતોરાત બદલાયા CM, એકને તો એરપોર્ટ પર બોલાવી રાજીનામું માંગ્યું

Megha

Last Updated: 10:09 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 9 વર્ષમાં કોંગ્રેસ માટે મુખ્યમંત્રની પસંદગી કરવી મુશ્કેલ કામ સાબિત થયું છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદને લઈને ઢીલા વલણને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી પણ રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ એરપોર્ટ પર મુખ્યમંત્રી બદલતી હતી

  • કર્ણાટકમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા લાગુ કરી
  • છેલ્લા 9 વર્ષમાં કોંગ્રેસ માટે મુખ્યમંત્રની પસંદગી કરવી મુશ્કેલ કામ સાબિત થયું
  • રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ એરપોર્ટ પર મુખ્યમંત્રી બદલતી 

કર્ણાટકમાં 72 કલાક સુધી ચાલેલા ઝઘડા બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. જણાવી દઈએ કેરાજસ્થાનની જેમ કર્ણાટકમાં પણ કોંગ્રેસ હાઈકમાન્ડે પાવર શેરિંગ એટલે કે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા લાગુ કરી છે અને આ ફોર્મ્યુલા હેઠળ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં CMની પસંદગીના વિલંબ પર કહ્યું હતું કે, 'કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી સર્વસંમતિ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસ સુધી તમામ નેતાઓ સાથે સતત વાતચીત કરી રહ્યા હતા એટલા માટે જેઓ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં વિલંબ પર અમને સવાલ કરી રહ્યા છે તેઓ પ્રધાનમંત્રી મોદી અને બીજેપીને આવો સવાલ ન પૂછી શકે?

કોંગ્રેસ માટે મુખ્યમંત્રની પસંદગી કરવી મુશ્કેલ કામ 
એ વાત તો નોંધનીય છે કે છેલ્લા 9 વર્ષમાં કોંગ્રેસ માટે મુખ્યમંત્રની પસંદગી કરવી મુશ્કેલ કામ સાબિત થયું છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદને લઈને ઢીલા વલણને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી છે. આ સાથે જ પંજાબ અને રાજસ્થાનમાં પણ પાર્ટીને ઘણું નુકસાન થયું છે. રાજસ્થાનમાં અત્યાર સુધી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે નોંધ લેવા જેવી બાબત એ છે એક એ જ કોંગ્રેસ જે રાજીવ ગાંધીના સમયમાં એરપોર્ટ પર મુખ્યમંત્રી બદલાવતી હતી તે કોંગ્રેસ હવે પોતાનો નેતા પસંદ કરવામાં કલાકો કેમ લે છે?

રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ એરપોર્ટ પર મુખ્યમંત્રી બદલતી 
જણાવી દઈએ કે રાજીવ ગાંધીના યુગમાં સૌથી વધુ મુખ્યમંત્રીઓ બદલ્યા. રાજીવ ગાંધીના સમયમાં રાજસ્થાન અને બિહારમાં 5 વર્ષમાં 4-4 મુખ્યમંત્રીઓ બદલાયા હતા. આ સાથે જ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ 3-3 મુખ્યમંત્રી બદલાયા. જણાવી દઈએ કે 1990માં રાજીવ ગાંધીએ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટીલને એરપોર્ટ પર બોલાવ્યા અને રાજીનામું આપવા કહ્યું હતું કારણ કે કર્ણાટકમાં છૂટાછવાયા તોફાનોને કારણે રાજીવ ગુસ્સામાં હતા. 

1984 માં રાજીવ ગાંધીએ કોંગ્રેસ અને દેશની સત્તા સંભાળ્યા પછી બિહાર, યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલ્યા હતા અને રસપ્રદ વાત એ હતી કે મુખ્યમંત્રી બદલાયા બાદ પણ તે સમયે રાજીવ સામે વિરોધનો અવાજ ઉઠ્યો નહોતો.

પીવી નરસિમ્હા રાવ મતદાન દ્વારા મુખ્યમંત્રીની પસંદગી કરાવતા 
રાજીવ ગાંધી બાદ કોંગ્રેસની કમાન પીવી નરસિમ્હા રાવના હાથમાં આવી હતી અને તેમના સમયમાં રાવે વોટિંગ દ્વારા મુખ્યમંત્રીની પસંદગીને પ્રાધાન્ય આપ્યું હતું. 1993માં દિગ્વિજય સિંહ માત્ર વોટિંગ દ્વારા મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. 

સોનિયા ગાંધીના સમયગાળા દરમિયાન પટેલની ભલામણ  
1998માં સીતારામ કેસરી પાસેથી અધ્યક્ષ પદ છીનવી લેવામાં આવ્યું અને સોનિયા ગાંધીને પાર્ટીની કમાન મળી હતી અને સોનિયા ગાંધીના આગમન બાદ કોંગ્રેસ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. એ સમયે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગી માટે 'વન લાઇન પ્રપોઝલ' પ્રક્રિયા શરૂ થઈ હતી. આ અંતર્ગત દિલ્હીથી જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની હતી ત્યાં નિરીક્ષકો મોકલવામાં આવતા હતા.

જે બાદ તમામ દાવેદારોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવતો. સોનિયાના સમયમાં મુખ્યમંત્રીની પસંદગીમાં તેમના રાજકીય સચિવ અહેમદ પટેલની ભલામણને મહત્વની માનવામાં આવતી હતી. પટેલ હંમેશા પોતાને મેડમના મેસેન્જર કહેતા હતા.

રાહુલ-ખડગેના યુગમાં લાગ્યા કલાકો
અગાઉ રાહુલ ગાંધીના યુગમાં અને હવે મલ્લિકાર્જુન ખડગેના યુગમાં મુખ્યમંત્રીની પસંદગીમાં કલાકોનો વિલંબ થાય છે. રાહુલ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે કોંગ્રેસે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી જીતી હતી અને ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં કોંગ્રેસને 96 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર મુખ્યમંત્રી પદને કારણે પડી હતી અને રાજસ્થાનમાં પણ પક્ષમાં જૂથવાદ ચાલુ છે. 

હવે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે અને હાલ હિમાચલમાં મુખ્યમંત્રી બાબતે સમય લાગ્યો હતો પણ પ્રિયંકા ગાંધીએ તેનો ઉકેલ લાવી દીધો હતો. એ જ રીતે કર્ણાટકનો મુદ્દો પણ 72 કલાક સુધી અટવાયેલો રહ્યો હતો જે આખરે સોનિયા ગાંધીએ ઉકેલ્યો હતો. 

અંતે સવાલ એ છે કે કોંગ્રેસમાં આવી સ્થિતિ કેમ પ્રવર્તે છે?

1. 2014થી કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ જ નબળી સ્થિતિમાં છે. 2019 થી 2022 સુધી પાર્ટી પાસે પૂર્ણકાલીન અધ્યક્ષ પણ નહોતા. મોટા હોદ્દા પર બેઠેલા નેતાઓ ખુદ ચૂંટણી જીતી શક્યા નથી. રાહુલ ગાંધી પોતે 2019માં કોંગ્રેસના ગઢ અમેઠીમાંથી ચૂંટણી હારી ચૂક્યા અને પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં માત મળી હતી, આવી સ્થિતિમાં જન આધાર ધરાવતા નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયોને સરળતાથી વીટો આપી શકે છે. 

2. 2018માં કોંગ્રેસે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા લાગુ કરી હતી. આ ફોર્મ્યુલા હેઠળ રાજ્યના બે પ્રબળ દાવેદારોને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાની વાત કહેવામાં આવી હતી. છત્તીસગઢમાં જ્યારે વારો આવ્યો ત્યારે તેનો અમલ થઈ શક્યો નહીં. તો રાજસ્થાનમાં પાયલોટ જૂથનું કહેવું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને હટાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ તે હજુ પૂરો થયો નથી. 

હવે શિવકુમાર અને સિદ્ધારમૈયાને પણ સત્તાની વહેંચણી અંગે સમાન સમસ્યા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે રાહુલ અને ખડગે સહમત ન થયા ત્યારે સોનિયા ગાંધીએ આખરે શિવકુમારને ફોન કરીને વચન પૂરું કરવાની ખાતરી આપી.

3. 2014થી કોંગ્રેસ પાસે આપવા માટે કંઈ નથી. ઘણા રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પાર્ટી સતત હારી રહી છે. બીજી બાજુ ભાજપ કોંગ્રેસના મજબૂત નેતાઓને મોટા અને આકર્ષક હોદ્દા આપે છે એટલે કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સામે ઉભા રહે છે અને નેતા પસંદ કરવામાં લાંબો સમય લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ