બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Railway station singer Ranu Mandal reunites with her daughter after 10 years
સાથે ગાતો વીડિયો થયો વાયરલ
રાનૂનો દીકરી સાતી સાથે ગાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાતી રૉયના છૂટાછેડા થઈ ચૂક્યા છે. સાતીનો એક દીકરો છે. તે કરિયાણાની દુકાન ચલાવે છે. હાલમાં લોકો સાતીને મેણાં મારી રહ્યા છે કે માતાના રૂપિયા અને નામ જોઈને તે માતા પાસે પાછી આવી છે. પણ અતિન્દ્રએ પોતાની એક પોસ્ટમાં આ વાતને ખોટી ઠેરવી છે. તેઓએ બાંગ્લામાં લખ્યું છે કે આજે હું ખુશ છું અને ફક્ત ભગવાન જ જાણે છે કે હું ખુશ કેમ છું. પૈસા જીવનમાં મોટી વસ્તુ નથી, મારા એક વીડિયોના કારણે આજે રાનૂ પોતાની દીકરીને ફરીથી મળી રહી છે.
ADVERTISEMENT
અતિન્દ્ર ચક્રવર્તીએ કર્યો વીડિયો વાયરલ
રાનાઘાટ સ્ટેશન પર ગાતી રાનૂનો વીડિયો અતિન્દ્ર ચક્રવર્તીએ બનાવ્યો હતો અને પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાયરલ કર્યો હતો. અતિન્દ્ર સોફ્ટવેર એન્જીનિયર છે અને રાનાઘાટમાં રહે છે. જ્યારથી રાનૂને નામ મળ્યું છે ત્યારથી તેઓ તેની સાથે છે.
ADVERTISEMENT

હિમેશે આપ્યો બ્રેક
હિમેશે જ્યારે રાનૂનો સિંગિંગ વીડિયો જોયો ત્યારથી તેઓ તેના ફેન થઈ ગયા. તેઓએ રાનૂ પાસે અપકમિંગ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરને માટે એક સોન્ગ રેકોર્ડ કરાવ્યું. હિમેશે રેકોર્ડિંગનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો. જેમાં રાનૂ તેરી મેરી કહાની ગીત રેકોર્ડ કરતી જોવા મળી છે.
ADVERTISEMENT
ફોટો સૌજન્ય - Twitter.com
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.