બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, કરશે કાર્યકર્તાઓ સાથે સંવાદ, ચર્ચાશે વિવિધ મુદ્દા
Last Updated: 11:08 AM, 11 April 2025
કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ મોડમાં આવી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજ્યા બાદ હવે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાના ભાગ રૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં આવશે અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે
ADVERTISEMENT

કોંગ્રેસે 2027ની ચૂંટણી જીતવાની તૈયારી શરૂ કરી
ADVERTISEMENT
નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસના નારા સાથે કોંગ્રેસ 2027ની ચૂંટણી જીતવાની તૈયારી શરૂ કરી છે. ત્યારે 15 એપ્રિલ અમદાવાદમાં અને 16 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી પ્રવાસ કરશે. જિલ્લાઓમાં પ્રમુખો અને સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી સંવાદ કરશે અને તમામ જિલ્લા પ્રમુખોને કોંગ્રેસના નેતાઓ તેમની કામગીરીને લઈને માર્ગદર્શન આપશે. કોંગ્રેસના નવા સંગઠનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતી શરૂ થઈ રાજસ્થાન તરફ આગળ વધશે.
આ પણ વાંચો: ગુજરાતના વધુ એક જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર: લેવાયો મહત્વનો નિર્ણય, થશે ફાયદો
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફારના સંકેત
અત્રે જણાવીએ કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનમાં પણ મોટા બદલાવ થઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશવમાં સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હતી તેમજ જિલ્લા પ્રમુખોને મજબૂત બનાવવા અને ટિકિટ વહેચણીમાં તેમને સાથે રાખવાની વાત કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કેટલાક મોટા ફેરફાર પણ થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.