બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના વધુ એક જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર: લેવાયો મહત્વનો નિર્ણય, થશે ફાયદો
Last Updated: 09:39 AM, 11 April 2025
આણંદ જિલ્લાના ખેડૂતોના હિતમાં સિંચાઈ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. આગામી 15 એપ્રિલ સુધી કેનાલોમાં 800 ક્યુસેક પાણી છોડાયું જેનાથી 1.20 લાખ હેક્ટર જમીનનમાં ખેતી પાકમાં ઉપયોગી થશે
ADVERTISEMENT

15 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી છોડાવાનો નિર્ણય કરાયો
ADVERTISEMENT
પાપ્ત વિગતો મુજબ આણંદ અને ખેડા જિલ્લામાં અંદાજે બાજરીનું વાવેતર 55 હજાર હેકટરમાં તેમજ ડાંગરનું વાવેતર 65 હજાર હેકટર, કેળા સહિત શાકભાજીનું અને કઠોળ પાકનું પણ વાવેતર થયેલું છે. ત્યારે કેનાલ થકી સિંચાઇનું પાણી મળી રહેશે જેના કારણે આ પાકને ખુબ જ ઉપયોગી સાબિત થશે. ખેડૂતોને 15 એપ્રિલ સુધી પિયત માટે પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

ADVERTISEMENT
61.95 ટકા પાણી ઉપલબ્ધ
વર્તમાનમાં રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 61.95 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62 ટકાથી વધુ જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.21 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 41 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.95 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 10મેથી ચક્રવાત, તો આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં આંધી સાથે વરસાદની આગાહી
21 જળાશયો 70 થી 100 ટકા પાણી
ADVERTISEMENT
મોરબી ખાતે આવેલું મચ્છુ-3 જળાશય હાલમાં પણ 100 ટકાથી વધુ ભરાયેલું છે. જ્યારે 21 જળાશયો 70 થી 100 ટકા, 44 જળાશયો 50 થી ૭૦ ટકાથી વધુ, 74 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. માત્ર 67 જળાશયો એવા છે જેમાં 25 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 2,505, વણાકબોરી ડેમમાં 3,700 તેમજ કડાણા ડેમમાં 1,742 કયુસેક પાણીની આવક ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.