બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10મેથી ચક્રવાત, તો આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં આંધી સાથે વરસાદની આગાહી

હવામાન / 10મેથી ચક્રવાત, તો આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં આંધી સાથે વરસાદની આગાહી

Dinesh Chaudhary

Last Updated: 08:22 AM, 11 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગાહી મુજબ ઉત્તર પશ્ચિમમાંથી ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં હજુ પણ વધારો થઈ શકે છે અને દૈનિક 1 ડીગ્રી તાપમાનમાં વધારો થશે

Ambalal Patel Monsoon Forecast: રાજ્યમાં ગરમીએ રફ્તાર પકડી છે. ઉત્તર પશ્ચિમમાંથી ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં હજુ પણ વધારો થઈ શકે છે અને દૈનિક 1 ડીગ્રી તાપમાનમાં વધારો થશે. જો કે, બે દિવસ બાદ વાતાવરણ બદલાતા ગરમીમાંથી રાહત મળશે. અંબાલાલની આગાહી મુજબ આગમી 24 કલાકમાં વાતવરણમાં પલટો આવી શકે છે.

ambalal patel

હવામાનમાં મોટો પલટો આવશે!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 24 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી કરી છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ તેમજ મોરબી, આણંદ, હળવદ, કચ્છના કેટલાક ભાગમાં ઝરમર ઝરમર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 14 એપ્રિલ સુધી તાપમાનનો પારો નીચે જવાની આગાહી કરી છે. પરંતુ પવનનું જોર વધુ રહેવાના સંકેત આપ્યા છે. તો પરેશ ગોસ્વામીએ પણ બંગાળની ખાડીમાં હવાનું દબાણ થતાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોવાનું કહી રહ્યા છે. જેના કારણે રાજ્યના 85% વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

ચોમાસાને લઈ અંબાલાલ પટેલે શું કહ્યું ?

આણંદ જિલ્લામાં હજુ પણ 2 દિવસ ગરમીનું જોર રહેશે જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદ વહેલો થવાની અને ચોમાસુ સારુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, ''આ વર્ષે ચોમાસુ 2006 અથવા 2007 જેવું રહેશે. ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસુ 1997 જેવું પણ રહી શકે છે તેમજ ચોમાસુ નબળું રહેવાની શક્યતા નહીંવત છે''

આ પણ વાંચો: તાપીમાં 60 વર્ષના નરાધમનું રાક્ષસી કૃત્ય, કોલા આપવાને બહાને 7 વર્ષની માસૂમને પીંખી નાખી

અરબ સાગરમાં ચક્રવાત!

બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની શક્યતા છે, અરબ સાગરમાં 10 મેથી ચક્રવાત બનવાની શક્યતા રહેશે જે ચક્રવાત અલગ અલગ ભાગોમાં ફેલાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Update Heat Forecast Ambalal Forecast
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ