બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / Questions are being raised against the financial condition of municipalities and panchayats in the state

મહામંથન / લાઈટ બિલ લટકતા, વેરાની સામે સુવિધા સૂન્ય ! નગરપાલિકા-પંચાયતો આર્થિક રીતે ખરેખર કેટલી સક્ષમ?

Dinesh

Last Updated: 08:45 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: 2023નો જ અંદાજ સાચો માનીએ તો સૌરાષ્ટ્રની 66માંથી 63 નગરપાલિકાઓના વીજબીલ બાકી હતા અને ઉત્તર ગુજરાતમાં પણ 23 નગરપાલિકા એવી હતી જેના વીજ બીલ બાકી હતા

વ્યવસ્થાઓની શરૂઆત નાના પાયે થાય અને આગળ જતા મોટુ સ્વરૂપ ધારણ કરે. ભારતમાં લોકોની સુખાકારી માટે સરકારી સ્તરે જે વ્યવસ્થા ગોઠવાઈ તેનું સ્વરૂપ મોટેભાગે આ રીતે જ રહ્યું. પ્રશ્ન કે વિવાદ ત્યારે થાય જ્યારે નાના પાયાની વ્યવસ્થામાં પણ લૂણો લાગે અથવા તો સ્થાનિક સ્તરની વ્યવસ્થા જ બરાબર ન ચાલતી હોય. આપણાં જ રાજ્યની વાત કરીએ તો પંચાયત કે નગરપાલિકા સ્થાનિક સ્તરની વ્યવસ્થાનું નાનુ સ્વરૂપ છે અને ગત વર્ષની સ્થિતિ જ સમજીએ તો મોટાભાગની પાલિકાઓની તિજોરીનું તળિયુ દેખાઈ ચુક્યુ હતું. નગરપાલિકા વેરા વસૂલે છે જેની સામે ઘણીવાર વિરોધ થતા હોય છે. બે વિરોધાભાસી ઘટનાઓ પણ આપણી સામે આવતી રહી કે જેમાં નગરપાલિકા લોકો પાસે બાકી રહેલો વેરો વસૂલવા નોટિસ ઉપર નોટિસ મોકલતી હોય અને બીજી તરફ નગરપાલિકાઓનું પોતાનું જ વીજબીલ બાકી હોય અને તેનું કનેકશન કપાઈ ગયું હોય. તાજેતરનો જ એક સંદર્ભ સમજવા જેવો છે કે જેમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાએ વાહનવેરો વસૂલવા જાહેરનામું બહાર પાડ્યું તો ચેમ્બર ઓફ કોમર્સ અને બાર એસોસિએશન જેવી અગ્રણી સંસ્થાઓ સામે પડી અને જાહેરનામુ રદ કરવાની ચીમકી આપી દીધી. 2023નો જ અંદાજ સાચો માનીએ તો સૌરાષ્ટ્રની 66માંથી 63 નગરપાલિકાઓના વીજબીલ બાકી હતા અને ઉત્તર ગુજરાતમાં પણ 23 નગરપાલિકા એવી હતી જેના વીજ બીલ બાકી હતા. નગરપાલિકા હોય કે પંચાયત બંનેના આવકના સ્ત્રોત વેરા ઉપર જ નિર્ભર છે, વેરાની સામે મળતી સુવિધા અંગે સવાલ કરવો તે સામાન્ય નાગરિકનો ચોક્કસ અધિકાર છે. બાકી રહેતો વેરો, વેરાની વસૂલાતમાં મુશ્કેલી, નવા વેરાનો વિરોધ, આવી સ્થિતિમાં લોકોને સુવિધા આપવા જેટલી સદ્ધર પાલિકા અને પંચાયત રહી શકે કે પછી તેમની આર્થિક બદહાલી પાછળ બીજા જ કારણો છે

નગરપાલિકા-પંચાયતોની આર્થિક સ્થિતિ સામે સવાલ 
રાજ્યમાં નગરપાલિકા-પંચાયતોની આર્થિક સ્થિતિ સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે. નગરપાલિકા કે પંચાયતો આર્થિક રીતે ખરેખર કેટલી સક્ષમ?. મોટાભાગની પાલિકા કે પંચાયત સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર રહે છે તેમજ સરકાર સમયાંતરે ગ્રાન્ટ વધારતી રહે છે. સરકાર તરફથી જનભાગીદારી યોજનાઓ પણ અમલમાં આવે તે જરૂરી છે. એવું બને છે કે પાલિકા કે પંચાયત દ્વારા વેરા વધારાનો વિરોધ થાય પરંતુ વેરાની સામે મોટેભાગે સુવિધાઓનો અભાવ હોય છે

જેતપુર નગરપાલિકાનો વિવાદ શું છે?
જેતપુર નગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે કે, જાહેરનામામાં વાહનવેરો વસૂલાશે એવો આદેશ હતો. જાહેરનામા સામે વાંધા અરજીનો વિકલ્પ હતો. જેતપુર નગરપાલિકાના જાહેરનામા સામે અગ્રણીઓનો વિરોધ થયો હતો. વાહનવેરો વસૂલવાનું જાહેરનામું રદ કરવાનું અલ્ટીમેટમ અપાયું હતું. નગરપાલિકાએ નગરપાલિકા અધિનિયમ 1963નો હવાલો આપ્યો છે. નગરપાલિકા અધિનિયમ 1963 અંતર્ગત નગરપાલિકા વાહનવેરો લઈ શકે છે. સ્થાનિક અગ્રણીઓએ કહ્યું કે નગરપાલિકાને વાહનવેરો લેવાની સત્તા નથી. ચેમ્બર ઓફ કોમર્સ અને બાર એસોસિએશન વિરોધ કરી રહ્યા છે. અગ્રણીઓનો તર્ક છે કે વાહનવેરો મહાપાલિકા લઈ શકે છે. લોકો એવું પણ કહે છે કે પહેલેથી અનેક વેરા વસૂલવામાં આવી રહ્યા છે. વસૂલાતા વેરા સામે નગરપાલિકા સુવિધાઓ આપતી નથી. ઓકટ્રોય નાબૂદી પછી વાહનવેરો વસૂલવાની જરૂરિયાત રહેતી નથી

નગરપાલિકાઓની સ્થિતિ સામે સવાલ
16 ફેબ્રુઆરી 2024
મોરબી નગરપાલિકાએ વેરા વસૂલાતની નોટિસ આપી
લોકો પાસેથી 23 કરોડનો વેરો વસૂલવાનો બાકી

14 ફેબ્રુઆરી 2024
હિંમતનગર નગરપાલિકાએ 48 લોકોનો નોટિસ આપી
વેરો ન ભરનારામાં પૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ

30 જાન્યુઆરી 2024
ધાનેરા નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું
3.80 કરોડ રૂપિયાનું વીજ બીલ બાકી હતું

13 ડિસેમ્બર 2023
ભરૂચ નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું

આ સ્થિતિ કેમ નિવારવી?
2023માં સૌરાષ્ટ્રની 63 નગરપાલિકાનું વીજબીલ બાકી હતું
ઉત્તર ગુજરાતની 23 નગરપાલિકાઓનું વીજબીલ બાકી

નગરપાલિકાની ફરજિયાત જવાબદારી
જાહેર સ્વચ્છતા
રસ્તાની જાળવણી
પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા
સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા
પ્રાથમિક શિક્ષણ
નાગરિક સલામતી
ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ અટકાવવી
જન્મ-મરણ, લગ્નની નોંધણી
આરોગ્ય સેવા
કુદરતી આફત સામે રક્ષણ
મૃત પશુનો નિકાલ

વાંચવા જેવું: મોદી જે કહે છે તે કરે છે, નવસારી પણ બનશે ઔધોગિક હબ: PM મોદીના સંબોધનની મોટી વાત

સરકારના પ્રયાસ શું?
સરકાર પંચાયતો, પાલિકાઓ વેરો વસૂલી શકે તે માટે સુધારા કરી રહી છે તેમજ પંચાયત ઓનલાઈન કર વસૂલી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ઓનલાઈન કર વસૂલાતથી પંચાયતને વેરા વસૂલીમાં ફાયદો થયો તેમજ વેરા વસૂલાત વધુ સરળ બને તે દિશામાં સરકારના પ્રયાસ છે. 8000 પંચાયત ઘરમાં રૂરલ Wi-Fiની સુવિધા તેમજ વેરાની વસૂલાતમાં સુધારાના પગલા લેવાની યોજના છે. વેરો વધારવો એના કરતા વસૂલાત સરળ બનાવવી મુખ્ય હેતુ તેમજ વેરા વસૂલાતની પ્રક્રિયા સુધરશે તો અન્ય સુધારા આપોઆપ થશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ