બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અમદાવાદ / QR code digital medium facility started at Ahmedabad and Gandhidham railway stations

સુવિધા / મુસાફરો માટે રાહતના સમાચાર, રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડા રૂપિયા નહીં આપવા પડે

Vishal Khamar

Last Updated: 02:18 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ રેલવેનાં અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડૂ ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશનો પર સુવિધા શરૂ કરાઈ છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી પહેલ હેઠળ QR કોડ - ડિજિટલ માધ્યમથી અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. જ્યાં રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે UTS મોબાઈલ એપ, ATVM (QR કોડ ની સુવિધા સાથે), POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પહેલેથી જ આપવામાં આવ્યા છે. 

 અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી
અમદાવાદ મંડળ દ્વારા પ્રાયોગિક ધોરણે QR કોડ-ડિજિટલ પેમેન્ટની સુવિધા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ મુસાફરો લઈ શકશે. આ ઉપરાંત ગાંધીધામની અનારક્ષિત કાર્યાલયમાં પણ 2 કાઉન્ટરો પર આ સુવિધા ઉપલબ્ધ છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ QR કોડ દ્વારા ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે હવે મુસાફરોને વધુ સગવડ પૂરી પાડશે. જે વિન્ડોની બહાર ભાડા રીપીટરમાં ઉપલબ્ધ છે. આ દ્વારા કોઈપણ મુસાફર તેમનું ટિકિટ ભાડું કોઈપણ મુશ્કેલી વગર અને સરળતા થી ભાડુ ચૂકવી શકશે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આ સુવિધા ભવિષ્યમાં વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે.

વધુ વાંચોઃ રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું નિવેદન, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે

રેલવે સ્ટેશને UTS મોબાઈલ એપ તેમજ ક્યુઆર કોડ જેવી સુવિધા ઉપલબ્ધ
રેલવે દ્વારા મુસાફરોને હવે ટિકીટ ભાડાનું પેમેન્ટ કરવા માટે UTS મોબાઈલ એપ તેમજ ક્યુઆર કોડ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  ત્યારે આ પ્રકારનાં ડિઝીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી તેમજ સુગમ બનાવવા માટે અમદાવાદ ડિવીઝનમાં નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ક્યુઆર કોડથી ટિકિટનાં ભાડાનું પેમેન્ટ હવે મુસાફરો સરળતાથી કરી શકશે.  તેમજ યુપીએસ મોબાઈલ એપ અને પીઓએસમાં ક્યુઆર કોડથી બુકિંગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવેલી છે. રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારીમાં ટિકિટ લેવા જાઓ ત્યારે ક્યુઆર કોડ સ્કેન કરી અને ટિકિટનું પેમેન્ટ કરી શકશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ