ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / pv sindhu commonwealth games 2022 final sindhu vs michelle li badminton gold medal

CWG 2022 / પીવી સિંધુએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ મેડલ, કોમનવેલ્થમાં પહેલી વખત મળી ગોલ્ડન સફળતા

Published By: Pravin

Last Updated: 02:58 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ભારતને 19મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ADVERTISEMENT

  • ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ અપાવ્યો ગોલ્ડ મેડલ
  • કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ પ્રથમ વાર ગોલ્ડ જીત્યો
  • મેડલ ટેલીમાં ભારત હવે ચોથા નંબરે આવ્યું

ભારતની ટેનિસ સ્ટાર પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સિંગલ્સ ફાઈનલમાં ઉતરી અને દમદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર 13 મિશેલ લીને 21-15થી હરાવી હતી. દુનિયાના નંબર 7 શટલર પીવી સિંધુનો સિંગલમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

  • પ્રથમ ગેમ- 21-15થી સિંધુએ જીતી
  • બીજી ગેમ- 21-13થી સિંધુએ જીતી

 

બે વખત ઓલંપિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેંડમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેંડમાં ગોલ્ડ જીત્યો હતો. 

પ્રથમ ગેમમાં મિશેલે સિંધુને થોડી ટક્કર આપી હતી, પણ બીજી ગેમમાં સિંધુએ તેને કોઈ મોકો આપ્યો નહોતો. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13થી જીતી હતી. તેની સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં પોતાના પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મેડલ ટેલીમાં ભારત હવે ચોથા નંબરે આવી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ આવી ચુક્યા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Badminton Gold Medal PV Sindhu commonwealth games 2022 Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ