બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Punjab slashes petrol price by Rs 10, diesel by Rs 5

ઈંધણ / અહીંની જનતાને 'બમણી' રાહત આપી સરકારે, 1 અઠવાડિયામાં 16 રુપિયા સસ્તું કર્યું પેટ્રોલ

Hiralal

Last Updated: 08:42 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં રાજ્ય અને કેન્દ્રની સહાય સાથે મળીને કુલ 16 રુપિયાનો પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે જેનાથી જનતાને મોટી રાહત મળી છે.

  • પંજાબમાં પેટ્રોલમા 10 અને ડીઝલમાં 5 રુપિયાનો ઘટાડો
  • કેન્દ્ર અને રાજ્યની રાહત મળીને કુલ 16 રુપિયા સસ્તું થયું પેટ્રોલ
  • પંજાબમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે પેટ્રોલમા 10 અને ડીઝલમાં 5 રુપિયાનો ઘટાડો કરી કર્યો છે.  પંજાબ જેવા રાજ્ય પર વધુ નૈતિક દબાણ હતું, કારણ કે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પરંતુ હવે મંથન બાદ પંજાબ સરકાર (પંજાબ સરકારે) પેટ્રોલના દરમાં 10 રૂપિયા અને ડીઝલમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ દરો આજની રાતથી જ અમલમાં આવશે. 

1 અઠવાડિયામાં 16 રુપિયા સસ્તું થયું પેટ્રોલ 

પંજાબમાં હવે લોકોને એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછું 15.5 રૂપિયા અને ડીઝલ 15.5 રૂપિયા પ્રતિ લિટર સસ્તું મળવાનું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો, પરંતુ હવે પંજાબ સરકારે તેના પર નો વેટ 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો નિર્ણય લીધો છે. એટલે કે પંજાબ સરકારે કેન્દ્રની તુલનામાં પેટ્રોલ પર 'ડબલ' રાહત આપી છે.

પંજાબના અમૃતસર ની વાત કરીએ તો 3 નવેમ્બરે પેટ્રોલ 111.36 રૂપિયા પ્રતિ લિટરપર વેચાતું હતું. એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકવામાં આવ્યા બાદ ૪ નવેમ્બરે પેટ્રોલ રૂ.૫.૭૩ સસ્તું થયું હતું અને ભાવ ઘટીને ૧૦૫.૬૩ રૂપિયા પ્રતિ લિટર થયો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે વેટકાપ કર્યા બાદ ૮ નવેમ્બરથી પેટ્રોલ ૯૫.૬૩ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચવા જઈ રહ્યું છે. આ રીતે પંજાબના લોકોને એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ 15.73 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થવા જઈ રહ્યું છે.

ડીઝલમાં લિટર દીઠ 10 રૂપિયાનો ઘટાડો જાહેર

એ જ રીતે 3 નવેમ્બરે અમૃતસરમાં ડીઝલ 100.95 રૂપિયા પ્રતિ લિટર હતું. એક્સાઇઝ ડ્યુટીમાં લિટરના ૧૦ રૂપિયાનો ઘટાડો થયા બાદ ૪ નવેમ્બરે ભાવ ઘટીને ૮૯.૩૨ રૂપિયા પ્રતિ લિટર થયો હતો. એક્સાઇઝ ડ્યુટીમાં કાપ બાદ અમૃતસરમાં ડીઝલ 11.63 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું, હવે વેટ કાપ બાદ પંજાબમાં ડીઝલ 5 લિટર સસ્તું થયું છે. આ રીતે અમૃતસરમાં ડીઝલની કિંમત 8 નવેમ્બરે 84.32 રૂપિયા પ્રતિ લિટર સુધી જશે. એકંદરે પંજાબના લોકોને એક અઠવાડિયામાં 16.63 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ સસ્તું થવાનું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

cm charanjit singh petrol prices in punjab punjab cm પંજાબ સીએમ પેટ્રોલ પ્રાઈસ સીએમ ચરણજીત ચન્ની punjab cm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ