બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / punjab government high level committee on lapse in pm narendra modi security breach

એક્શન / PMની સિક્યુરિટીમાં ચૂક મામલે સૌથી મોટા સમાચાર: આખરે પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય

Published By: Dharmishtha

Last Updated: 12:05 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ સરકારે PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર હાઈ લેવલની કમિટી બનાવી છે.

  • પીએમની સુરક્ષામાં બેદરકારી માટે ઉચ્ચે સ્તરીય કમિટીનું ગઠન કર્યુ 
  • કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે
  • કમિટીમાં નિવૃત્ત જજ રહેશે

કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે

PM મોદીની સુરક્ષામાં ચૂકી ગયેલી પંજાબ સરકારે હાઈ લેવલની કમિટી બનાવી છે. રાજ્ય સરકારે આ બાબતે એક નિવેદનમાં કહ્યું કે પંજાબ સરકારે પીએમ  મોદીએ ફિરોજપુરના પ્રવાસમાં થઈલી બેદરકારી માટે ઉચ્ચે સ્તરીય કમિટીનું ગઠન કર્યુ છે. સમિતિમાં ન્યાયમૂર્તિ (નિવૃત) મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા શામિલ થશે અને 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

શું બની હતી ઘટના

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી ગત રોજ પંજાબના પ્રવાસે હતા. ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા. પરંતુ તેમની સુરક્ષા એટલી મોટી ચુક થઈ કે ફિરોઝપુરમાં આવેલા એક ફ્લાઈઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો લગભગ 20 મિનિટ સુધી રોકાયેલો રહ્યો. ખેડૂત પ્રદર્શનકારીઓને કારણે રોડ બ્લોક રહ્યો. તેના કારણે પંજાબ સરકાર અને ત્યાંની પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે. સુરક્ષામાં આવડી મોટી ભૂલ કેટલી બની શકતી હતી ઘાતક?

જેને લઈને ગૃહમંત્રાલયે આપી હતી આ માહિતી

 ગૃહમંત્રાલયના નિવેદન અનુસાર, હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો પહોંચ્યો ત્યારે સામે છેડે જોવા મળ્યું કે કેટલાક લોકો રસ્તો બ્લોક કરી રાખી હતો અને તેઓ રસ્તા વચ્ચે ઊભા હતા. આવી સ્થિતિમાં આગળ જવું શક્ય નહોતું. આ ઘટનાને કારણે પ્રધાનમંત્રીના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાઈ રહેવું પડ્યું હતું. આ દરમિયાન વરસાદ પણ પડતો હતો. આખરે ભારે વરસાદ તથા રોડ બ્લોક હોવાને કારણે પ્રધાનમંત્રી મોદીને તેમની પ્રસ્તાવિત રેલી રદ કરવાની નોબત આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Government Punjab high level committee પંજાબ સરકાર સુરક્ષા Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ