બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વિત્ત મંત્રાલયે જણાવ્યુ કે, સાર્વજનિક ક્ષેત્રોની બેંક (PSBs)એ 1 માર્ચથી 8 મે સુધી નાના વેપારીઓ, રિટલે, ખેડૂત તથા કૉરપોરેટ સેક્ટરના 5.95 લાખ કરોડ રૂપિયા લૉનને મંજૂરી આપી છે.
વિત્ત મંત્રાલય નિર્મલા સીતારમણના કાર્યાલય તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે, આ સમયગાળામાં નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને 1.18 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ પહેલા પણ વિત્ત મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે, લૉકડાઉન દરમિયાન મંજૂર કરાયેલી આ લોનની રકમ બતાવી રહી છે કે, દેશ આર્થિક રિકવરી માટે તૈયાર છે.
ADVERTISEMENT
નિર્મલા સીતારમણના કાર્યાલય તરફથી જાણકારી મળી છે કે, 20 માર્ચથી 8 મે વચ્ચે સરકારી બેંકોએ ઇમરજન્સી ક્રેડિટ લાઇનને પાત્ર 97 % લોકોનો સંપર્ક કર્યો છે.
જોકે બીજી તરફ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આજે બેંકોની સાથે એક સમીક્ષા બેઠક કરવાના હતા, જે કોઇ કારણોસર મોકૂફ થઇ હતી. જોકે હવે આશા છે કે, જલ્દીથી નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. કહેવાઇ રહ્યુ છે કે, આ બેઠકમાં લોન લેનારા વ્યાજ દરમાં ઘટાડો કરીને ફાયદો પહોંચાડવામાં આવે અને હપ્તાથી ચૂકવણી કરીને બેંકોની તરફથી સમય આપવાની વાત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.