ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ જે લોકો સતત 85 ડેસિબલથી વધુ અવાજમાં રહે છે, તેમની સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. સમય જતા તેમને ઓછુ સંભળાવાની સમસ્યા થાય છે ક્યારેક વ્યક્તિની શ્રવણશક્તિ સાવ ચાલી જાય છે અથવા તો ધીમે બોલેલુ તે ન સાંભળી શકે તેવું પણ બને આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
ADVERTISEMENT
- એવા ફટાકડા જેનો અવાજ 125 ડેસિબલથી વધુ હોય, તેના અવાજથી 4 મીટર દુર રહેવુ જોઇએ. કેટલાક ફટાકડા 125 ડેસિબલથી વધુ અવાજ કરતા હોય છે તેથી તેવા વધુ અવાજ વાળા ફટાકડા ન ફોડવા જોઇએ.
- જો તમારી આસપાસમાં વધુ અવાજ થઇ રહ્યો હોય તો કાનમાં કોટન કે પછી ઇયર પ્લગનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
- નાના બાળકોનુ વધુ અને ખાસ ધ્યાન રાખો. કાનમાં દુખાવો થતો હોય કે કંઇ પણ સળવળાટ જેવું લાગે તો ડોક્ટરને બતાવો.
- 120થી 155 ડેસિબલથી વધુ અવાજ આપણી સાંભળવાની શક્તિને ખરાબ કરી શકે છે. સાથે સાથે કાનમાં પણ ખુબ દુખાવો થાય છે આ બાબતનું ખાકસ ધ્યાન રાખો.
ADVERTISEMENT
- ફટાકડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ટોક્સિક ગેસ અને લેડ જેવા પાર્ટીકલ્સના કારણે અસ્થમા અને દિલના દર્દીઓની સમસ્યાઓ અનેક ગણી વધી જાય છે. તેથી આવા લોકોએ તો ફટાકડાથી બને એટલા દુર જ રહેવુ જોઇએ.
- ટોક્સિક ગેસ અને લેડ જેવા પાર્ટિકલ્સના કારણે એલર્જી કે અસ્થમાથી પીડિત લોકોની શ્વાસનળી સંકોચાઇ જાય છે અને તેમને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી.
ADVERTISEMENT
- 90 ડેસિબલના અવાજમાં રહેવાની લિમિટ માત્ર આઠ કલાકની હોય છે.
- 95 ડેસિબલમાં રહેવાની લિમિટ ચાર કલાકની હોય છે.
ADVERTISEMENT
- 100 ડેસિબલમાં બે કલાકથી વધુ સમય સુધી ન રહેવુ જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો