બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 1454 ફૂટની ઊંચાઈએ કર્યો પ્રપોઝ! પછી જે થયું તે જોઈ સૌ દંગ રહી ગયા

વાયરલ / 1454 ફૂટની ઊંચાઈએ કર્યો પ્રપોઝ! પછી જે થયું તે જોઈ સૌ દંગ રહી ગયા

Published By: Nirav Kumar

Last Updated: 04:00 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક પ્રપોઝનો વીડિયો વાયરલ છે. જેમાં ફેમસ ક્લાઇમ્બરે ન્યૂ યોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ટોપ પર તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી.

સોશિયલ મીડિયા પર એક રોમાંચક અને અનોખો લવ પ્રપોઝ ચર્ચામાં છે. જેમાં ફેમસ ક્લાઇમ્બર અને કન્ટેન્ટ ક્રિએટર ઇવાન વાન્યા બિર્કસે તેમના લાઈફ પાર્ટનર એન્જેલા નિકોલાઉને ન્યૂ યોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોપ પર પ્રપોઝ કરી હતી. આ ખાસ મુમેન્ટના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ કપલ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી સ્કાયવોકર્સ: અ લવ સ્ટોરીમાં પણ દેખાયા હતા, તેઓ લાંબા સમયથી તેમના એડવેન્ચર અને વિશ્વની સૌથી ઊંચી ઇમારતો પર ચઢવા માટે જાણીતા છે.

જેમાં 1 જુલાઈના રોજ આ કપલ ન્યૂ યોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોપ પર પહોંચ્યું હતું. આશરે 1454 ફૂટની ઊંચાઈ પર ઇવાને એન્જેલાને ઘૂંટણ પર રહીને પ્રપોઝ માર્યો હતો. જેમાં એન્જેલાએ હસતાં હસતાં પ્રપોઝ એક્સેપ્ટ કર્યો હતો. આ દરમિયાન બંનેએ ઇમારતની ટોપ પર પ્રેમ અને શાંતિનો મેસેજ લખેલો ધ્વજ પણ ફરકાવ્યો હતો.

આ રોમાંચક ઘટનાના ફોટા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર શેર કર્યા છે. આ પોસ્ટ સામે આવતાની સાથે જ લાખો લોકોએ તેને લાઈક કરી અને કોમેન્ટ સેક્શનમાં કપલને તેમની સગાઈ બદલ અભિનંદન આપ્યા હતા. જેમાં અનેક યુઝર્સે તેને દુનિયાનો સૌથી ડેરિંગ પ્રપોઝ ગણાવ્યો હતો. જ્યારે બીજા લોકોએ આટલી ઊંચાઈ પર કરવામાં આવેલા આ સ્ટંટને જોખમી ગણાવ્યો છે.

hiring vtv 1
  • પોલીસે કપલની કરી અટકાયત

રિપોર્ટ મુજબ આ ઘટના બાદ ન્યૂ યોર્ક પોલીસ વિભાગ દ્વારા કપલને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પણ તેમને કોઈ ઈજા થઈ નથી. અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સંભાળવામાં આવી હતી. જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ સ્ટંટ કોઈ નવા નેટફ્લિક્સ પ્રોજેક્ટનો હિસ્સો નથી.

ઉલ્લેખનીય છે કે, આ કપલ સ્કાયવોકર્સ: અ લવ સ્ટોરી નામની આ ડોક્યુમેન્ટરીમાં અનેક વર્ષોના એડવેન્ચર અને વિશ્વની સૌથી ઊંચી ઇમારતો પર તેમના ચઢાણનો ઇતિહાસ ધરાવે છે. આથી જ તેમના ફેન્સ આ એન્ગેજમેન્ટને તેમના એડવેન્ચર લાઈફનો યાદગાર ચેપટર માની રહ્યા છે.

વધુ વાંચો : સર્ચ કરી રહ્યો હતો પોર્ન, વીડિયોમાં ગર્લફ્રેન્ડની સાથે પોતાને જોતા રહી ગયો હેરાન

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો આ અનોખા પ્રપોઝની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો એ પણ યાદ અપાવી રહ્યા છે કે આવા જોખમી સ્ટંટને ફોલો કરવું જોખમી સાબિત થઇ શકે છે. લવને એક્સપ્રેસ કરવો ખાસ હોઈ શકે છે પરંતુ સલામતી હંમેશા ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Proposed Empire State Building New York

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ