બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Posters in support of Rupala in Rajkot and against Rupala in Surendranagar
Last Updated: 10:23 AM, 6 April 2024

ADVERTISEMENT
રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર સામે વિવાદ શાંત થઈ રહ્યો નથી. ભાજપ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે છે અડીખમ સૂત્ર સાથેનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શહેરનાં બહુમાળી ચોક નજીક પણ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી ક્ષત્રિય સમાજની રેલી યોજાય તે પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે પોસ્ટરને લઈ ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થયો છે.

ADVERTISEMENT
લીંબડીમાં રૂપાલાનાં વિરોધમાં લાગ્યા પોસ્ટર
રાજકોટમાં રૂપાલાનાં સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. લીંબડીનાં અનેક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. જેમાં બોયકોટ રૂપાલાનાં લખાણ સાથે પણ બેનરો લગાવી ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટે આવેદન આપ્યું
છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પરષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધના સૂર ઉઠ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યાં છે. રાજપૂત સમાજના અગ્રણી રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે. ત્યારે શુક્રવારે સુરતના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 'પહેલા ચૂંટણી આવે તો અર્થતંત્ર ક્યાં જશે તેવા પ્રશ્નો હતા પણ હવે તો..': CM ભૂપેન્દ્ર પટેલ
શું બોલ્યા હતા પરષોત્તમ રૂપાલા
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.