ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Ahmedabad Riverfront A booth president convention was held by the BJP
Last Updated: 10:35 PM, 5 April 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત અમદાવાદ જિલ્લા અને શહેરના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
જે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, પહેલા ચૂંટણી આવે તો અર્થતંત્ર ક્યાં જશે તેવા પ્રશ્નો થતા હતા, હવે કોઈ આવુ બોલતા નથી. તેમણે કહ્યું કે, લોકોને મોદી પર વિશ્વાસ આવ્યો છે. દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો આવે, પરંતુ બેરોજગારીમાથીં નીકળવાની વ્યવસ્થા શું એ તો કોઈ એ કીધું જ નહિ. 2003માં વાઇબ્રન્ટ કર્યું અને દેશ દુનિયાનો વેપાર ગુજરાતમાં આવ્યો. 500 કંપનીઓમાંથી વિશ્વની 100 કંપનીઓ ગુજરાતમાં આવી છે
ADVERTISEMENT
પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, હું મૃદુ નથી પણ મક્કમ છું. મૃદુ હોય તો આ લોકો મને ગાંઠે પણ નહિ. આજની મિટિંગ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણી તાકાત કઈ દિશામાં જવી જોઈએ એ નક્કી કરવાનું છે. 20 બેઠકો 5000થી ઓછી લીડથી હાર્યા હતા. 1.13 કરોડ પ્રાથમિક સદસ્યો છે. 74 લાખ પેજ કમિટીના સભ્યો છે. 74 લાખ ઘરમાં એક-એક કાર્યકર્તા બેઠો છે. એક ઘરમાં 3 મત મળતો થાય તો 2.22 કરોડ મત ભાજપને મળે. તેમણે ઉમેર્યું કે, 1.68 કરોડ મત કેમ મળ્યા ?
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદના આ સંમેલનમાં તો ફક્ત અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંઘીનગર લોકસભાના પેજ પ્રમુખનુ સંમેલન હતુ. પરંતુ પાટીલે સુચના આખા ગુજરાતના પેજ કમિટીના કાર્યકર્તાઓને આપી હતી. અમદાવાદ શહેરના બુથ પર પાટીલે ટકોર કરી હતી. જેમાં અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંઘીનગર લોકસભામાં 3971 બુથ આવે છે. જેમાં 900 બુથમાં 520 ટકા ઓછુ મતદાન, 585 બુથમાં 50-60 ટકા જેટલુ મતદાન અને 2351 જેટલા બુથમાં 60 ટકા જેટલુ મતદાન થયુ છે જે મતદાન વધારવાની કડક સુચના આપી હતી કે, જો નબળા બુથ મજબુત કરશો તો જ 5 લાખની લીડથી જીતી શકીશુ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT