ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ કહેવત તમને સારી રીતે લાગુ પડે છે. આમ તો જીવનમાં બચત કરવી જરુરી છે. ભલે નાની બચતથી શરુઆત કરો પણ બચત તો કરવી જ જોઇએ. જો તમે દર મહિને થોડી બચત કરો છો તો તમે ગેરન્ટી રિટર્ન માટે પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝીટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. POST OFFICEની આ સ્કીમમાં રોકાણ કરવાથી દર વર્ષે તમને 5.8 ટકાના દરે વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે 100 રુપિયાની નાની રકમથી શરુઆત કરી શકો છે. જો કે હાલમાં POST OFFICE RDમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઇ મેક્સિમમ લિમિટ નક્કી કરવામાં આવી નથી.

ADVERTISEMENT
કોણ ખોલાવી શકે છે આ ખાતુ
આ સ્કીમમાં 18 વર્ષથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત 3 લોકોનું જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. સગીર વતી તેના ગાર્ડીયન્સ, તથા માનસિકરુપથી અસ્વસ્થ વ્યક્તિ તરફથી ગાર્ડિયન્સ આ ખાતુ ખોલાવી શકે છે. કોઇ પણ વ્યક્તિ ગમે તેટલા અકાઉન્ટ ખોલાવી શકે છે.
ADVERTISEMENT
POST OFFICE RD કેવી રીતે ખોલાવશો
કોઇ પણ વ્યક્તિ પોસ્ટ ઑફિસ પર જઇને આ એકાઉન્ટ ખોલાવી શકે છે.
કેશ અથવા ચેક દ્વારા પૈસા જમા કરાવીને ખાતુ ખોલાવી શકે છે
દર મહિને પૈસા જમા કરવા માટે આપવામાં આવે છે સમયગાળો
જો આ સમયગાળામાં પૈસા ના ભરો તો દંડ ભરવો પડે
ADVERTISEMENT

મેચ્યોરિટી ક્યારે
ADVERTISEMENT
આ ખાતુ ખોલાવ્યાના પાંચ વર્ષ પછી તે મેચ્યોર થઇ જાય છે. મેચ્યોરિટી બાદ પણ તમે આ ખાતાને વધુ પાંચ વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો છો.
POST OFFICE RDથી લૉન પણ મળે
ADVERTISEMENT
જો તમે આ સ્કીમ હેઠળ ખાતું ખોલો છો, તો તમે લોન પણ લઈ શકો છો. જો કે આ માટે ઓછામાં ઓછા 12 હપ્તા જમા કરાવવાના રહેશે. તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમના 50% સુધી લોન લઈ શકાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો