બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Porbandar Congress leaders are saying goodbye to the party

મુશ્કેલી / પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ: એક બાદ એક નેતાઓ પક્ષને કહી રહ્યાં છે અલવિદા, હવે કેસરિયા કરવાના મૂડમાં

Ajit Jadeja

Last Updated: 03:47 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે

Porbandar Lok Sabha seat: લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના ફટકો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસના એક સમયના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસના મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકરોએ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ યુવક કોગ્રસના મંત્રી સહિતના હોદદારોએ રાજીનામા આપ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ પોરબંદર બેઠક પર કોંગ્રેસને ફટકા પર ફટકા પડી રહ્યા છે. બીજી તરફ કદાવર નેતાઓ બીજેપીના કેસરિયા કરતા કોંગ્રેસને આ બેઠક જીતવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે તો ભાજપ માટે જીતનો રસ્તો સરળ બની રહ્યો છે.

મતદાન પહેલા જ કોંગ્રેસને ફટકો

લોકસભાની ચુંટણી પૂર્વે પોરબંદરના કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસમાંથી રાજીનામાની હારમાળા જોવા મળી રહી છે. અગાઉ જીલ્લા અને શહેર કોગ્રસના હોદેદારો બાદ યુથ કોગ્રસના હોદેદારો પણ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે પોરબંદર યુવક કોગ્રેસના અગ્રણિ અને ગુજરાત પ્રદેશ યુથ કોગ્રેસના મંત્રી સંદીપ ઓડદરા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી અને પોરબંદર યુવક કોગ્રસના પ્રમુખ રાહુલ ચુડાસમા સહિત હોદેદારોએ પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામા મોકલી આપ્યા હતા પોરબંદર યુથ કોંગ્રેસના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે કોગ્રેસની નીતિરીતિથી નારાજ થઇ અને રાજીનામા આપ્યા છે. હવે અર્જુન મોઢવાડિયાના સમર્થનમા ભાજપમા જોડાશે. પોરબંદર કોગ્રેસના મોટા ભાગના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ નવસારી બેઠકને લઇ કોંગ્રેસમાં હજુ અસમંજસ, મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા આગેવાનો ચિંતામાં

પોરબંદર બેઠક પર બંને પક્ષોના ઉમેદવાર

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો  અહી મુખ્ય બે રાજકિય પક્ષ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પર પસંદગી ઉતારી છે. જ્યારે કૉંગ્રેસે લલિત વસોયાને રીપીટ કર્યા છે. 

લોકસભા સાથે પોરબંદર વિધાનસભાની ચૂંટણી

ભારતના ચુંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત પોરબંદર લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના મતદાન યોજાશે. પોરબંદર લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા બેઠક માટે પણ મતદાન થવાનું હોય પોરબંદર લોકસભા વિસ્તારની 6 બેઠકના મતદારોએ સંસદ સભ્ય માટે માત્ર એક મત આપશે જ્યારે પોરબંદર વિધાનસભા બેઠક પર મતદારોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ 2 મત આપવાના રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ