બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:54 PM, 15 September 2022
ADVERTISEMENT
મોંઢાની સફાઈ ન થવાથી લીવર કેન્સરનુ જોખમ વધી શકે
આજકાલ માર્કેટમાં દાંતની સફાઈ માટે ઘણા પ્રોડક્ટ્સ આવે છે. આરોગ્યના નિષ્ણાંતનુ માનવુ છે કે આપણે દરરોજ દાંતની સાફ-સફાઈની સાથે તેની કેર પણ કરવી જોઈએ. જો દાંતની રેગ્યુલર સફાઈ ન કરવામાં આવે તો પ્લાક જમા થાય છે. પ્લાક એક ચિકણી પરત હોય છે, જે દાંત પર ચોંટી જાય છે અને તેનાથી ધીરે-ધીરે દાંત સડી જાય છે. હાલમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ખરાબ ઓરલ હાઈજીનના કારણે લીવર કેન્સર જેવી જીવલેણ બિમારી થઇ શકે છે.
ADVERTISEMENT
ખરાબ ઓરલ હેલ્થ બની શકે છે લીવર કેન્સરનુ કારણ
ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટમાં થયેલા એક અભ્યાસ મુજબ, ખરાબ ઓરલ હાઈજીન લીવર કેન્સરના કારણે બની શકે છે. અભ્યાસ કરનારા સંશોધકોએ જાણ્યું કે જે લોકોને ઓરલ બિમારીઓ જેમકે પેઢામાંથી લોહી આવવુ, મોંઢાના ચાંદા, દાંત તુટવો અથવા હલતો હોય. આવા લોકોને હેપેટોકેલ્યુલર કાર્સિનોમાનુ 75 ટકા વધુ જોખમ હતુ. આ લીવર કેન્સર માટે સામાન્ય હોય છે.
રિસર્ચમાં થયો ખુલાસો
આ અભ્યાસમાં બ્રિટનના સાડા ચાર લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. આવા લોકોમાં ઓરલ હેલ્થ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન કેન્સરના જોખમને એનાલિસિસ કરવામાં આવ્યું. સંશોધનકારોએ જાણ્યુ કે રિસર્ચમાં સામેલ લોકોમાંથી 4069ને 6 વર્ષમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ કેન્સર થયુ. જેમાંથી 13 ટકા મામલામાં દર્દીઓને ખરાબ ઓરલ હાઈજીન થયુ.
શું કહે છે નિષ્ણાંતો?
ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે ઓરલ હેલ્થથી લીવર કેન્સરનુ જોખમ કેવીરીતે વધે છે. જેને લઇને નિષ્ણાંતોનુ કહેવુ છે કે તેની પાછળ બે કારણ હોઇ શકે છે. પહેલા કેન્સરમાં ઓરલ અને આંતરડાના માઈક્રોબાયોમની ભૂમિકા. તો બીજુ કારણ ખરાબ ઓરલ હેલ્થવાળા પૌષ્ટિક વસ્તુઓ ખાઈ શકતા નથી. જેનાથી લીવર કેન્સરનુ જોખમ વધી જાય છે. લીવર કેન્સર થવાથી વજન ઓછુ થવુ, કમળો, દુ:ખાવો અને પેટમાં સોઝા જેવી ફરિયાદો થઇ શકે છે. જો તમને આ પરેશાનીઓ છે, તો તાત્કાલિક ડોકટર સાથે ચર્ચા વિચારણા કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.