બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Politics news opposition parties meeting chaired sonia gandhi coronavirus amphan cyclone video conference

પ્રહાર / સૉનિયા ગાંધીએ કહ્યું, મોદી સરકારનું આર્થિક પેકેજ ક્રૂર મજાક સમાન, 21 દિવસની વાત તો...

Published By: Krupa

Last Updated: 09:56 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના સંકટને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં આશા વ્યક્ત કરી હતી કે એની પર 21 દિવસમાં કાબૂ મેળવવામાં આવશે, પરંતુ એમની ધારણા ખોટી સાબિત થઇ.

  • વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા વિપક્ષી દળોની બેઠક 
  • કોરોના સંકટ અને લૉકડાઉન પર કેન્દ્ર સરકારનો કર્યો ઘેરાવો 

દેશમાં કોરોના વાયરસ અને વાવાઝોડા અમ્ફાન સંકટની વચ્ચે શુક્રવારે વિપક્ષી દળોની બેઠક થઇ. વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા થયેલી બેઠકમાં કેન્દ્ર સરકારથી અમ્ફાનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગણી કરવામાં આવી. તો બીજી બાજુ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆત કરવાની સાથે જ કોરોના સંકટને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું. 

સોનિયા ગાંધીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ 12 મે એ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી અને પછી નાણાકીય મંત્રી આવતા પાંચ દિવસ સુધી એનું વિવરણ આપ્યું. આ દેશની સાથે એક ક્રૂર મજાક હતી. 

બેઠકમાં સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું. એમને કહ્યું કે કોરોનાને 21 દિવસમાં ખતમ કરવાની પીએમ મોદીનો દાવો નિષ્ફળ ગયો. સરકાર પાસે લૉકડાઉનને લઇને કોઇ પ્લાન નહતો. સરકારની પાસે કોરોના સંકટથી બહાર નિકળવાની કોઇ નીતિ નહતી. સતત લૉકડાઉનનો કોઇ ફાયદો થયો નથી, પરિણામ ખરાબ જ નિકળ્યું.કોરોના ટેસ્ટ અને પીપીઇ કિટના મોર્ચા પર પણ સરકાર નિષ્ફળ રહી. સોનિયા ગાંધીએ પીએસયૂને વેચવાની લીલી ઝંડી આપવા પર ટીકા કરી. 

સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના ટેસ્ટ અને ટેસ્ટિંગ કિટની આયાત પર પણ ઝટકો લાગ્યો. લૉકાઉનથી આવેલા સંકટ પર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રોકડ ગરીબોને હસ્તાંરિત કરવી જોઇએ, દરેક પરિવારને મફત અનાજ વિતરણ કરવું જોઇએ. 

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વિપક્ષના ઘણા મોટો ચહેરા સામેલ થયા. એમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, સીતારામ યેચુરી, તેજસ્વી યાદવ જેવા નેતાઓએ પોતપોતાના દળનું પ્રતિનિધિત્વ કર્યું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Sonia Gandhi coroanvirus કેન્દ્ર સરકાર પીએમ મોદી સોનિયા ગાંધી politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ