બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police name mentioned in suicide note in case of suicide of woman in Amreli
Khyati
Last Updated: 06:17 PM, 29 August 2022
ADVERTISEMENT
અમરેલીનાં લાઠી રોડ પર મહિલાના આપઘાતનો મામલે પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી છે. ગોકુલધામ એપાર્ટમેન્ટના ચોથા માળેથી મહિલાએ પડતુ મૂક્યુ હતું. જેમાં પોલીસે ઘરની તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 3 લોકોના ત્રાસથી મોતને વ્હાલુ કર્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઘરમાંથી મળી આવી સુસાઇડ નોટ
ADVERTISEMENT
પોલીસને મળી આવેલી સ્યુસાઇડ નોટમાં એક પોલીસ કર્મી મોરી, સહિત પ્રિયંકા જોષી, અને રાજદીપ વાળાનો ઉલ્લેખ કર્યો છે. ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદર નામની વ્યક્તિએ ચોથા માળેથી પડતન મુકીને મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરતા ઘરમાથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એક પોલીસ વાળા સહિત 3 લોકોના નામનો ઉલ્લેખ કરતા પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
પોલીસ સહિત 3ના નામનો કર્યો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ માટે ખસેડી હતી.ત્યારબાદ આજે તેના ઘરમાંથી એક ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં એક પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિના ત્રાસના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કરસન બોદરનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે તેણે મને આર્થિક અને માનસિક ત્રાસ આપ્યો છે.
પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
હાલમાં પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરીને આરોપીને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આત્મહત્યા કરતા પહેલા ગીતા બોદરે અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળા તથા પ્રિયંકા જોશીના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કરશન બોદરનો પણ ઉલ્લેખ કરીને આ ચારેય લોકોને તેના મોત પાછળ જવાબદાર ઠેરવ્યા છે. આ લોકો મારી પાછળ હાથ ધોઇને પડી ગયા હોવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.