ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Police action in case of stone pelting at Ganesh ji's arrival in Vadodara

એક્શન / વડોદરામાં ગણેશજીના આગમન સમયે પથ્થરમારાના કેસમાં પોલીસ એક્શનમાં, 13 આરોપીઓની ધરપકડ-રાયોટિંગનો ગુનો

Published By: Khyati

Last Updated: 05:06 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં થયેલા પથ્થરમારામાં પોલીસે લીધા એક્શન, પોલીસે રાયોટીંગનો ગુનો કર્યો દાખલ

ADVERTISEMENT

  • વડોદરાના પાણીગેટ વિસ્તારમાં થયેલા પથ્થરમારામાં પોલીસે લીધા એક્શન
  • પોલીસે રાયોટીંગનો ગુનો કર્યો દાખલ
  • 13 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે થયેલા બે જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસે એક્શન લીધા. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.. ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખ કરાયો અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી. સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

મોડી રાતે થયો હતો બે જૂથ વચ્ચે પથ્થરમારો

વડોદરામાં એકવાર ફરી અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. શ્રીજીની સવારી દરમ્યાન એક જૂથે પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ પણ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત

જોકે બાદમાં આ ઘટનાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. 
ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં આ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.

ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે પથ્થરમારો કરાયો

મળતી માહિતી મુજબ, શહેરના પાણીગેટ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તા નજીક ગણેશજીના આગમન સમયે દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. એકાએક અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો તોડફોડ કરી હતી. બાદમાં આ બનાવની જાણ થતા જ ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તુરંત આ મામલે સધન કાર્યવાહી હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ગણેશોત્સવ જૂથ અથડામણ ધરપકડ રાયોટિંગ વડોદરા પાણીગેટ vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ