બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 08:27 AM, 8 January 2022
ADVERTISEMENT
બઠિંડા પોલીસ પ્રમુખ સહિત 6 વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાઓ નોટિસ જારી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએમ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન ‘સુરક્ષામાં મોટી ચૂક’ને લઈને બઠિંડા પોલીસ પ્રમુખ સહિત 6 વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાઓ નોટિસ જારી કરી છે. આ અંગે જાણકારી આપતા અધિકારીઓએ પીટીઆઈ- ભાષાને જણાવ્યું કે બઠિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અજય મલૂજા અને અન્ય અધિકારી પીએમના 5 જાન્યુઆરીના રાજ્ય પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા માટે જવાબદાર હતી અને તેમને નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલય ભારતીય પોલીસ સેવા અધિકારીઓને કોડર નિયંત્રણ પ્રાધિકારી છે.
ADVERTISEMENT
અજય મલૂજા વર્તમાન બઠિંડાના એસએસપી છે
મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું છે કે, હા અમે બઠિંડાના એસએસપીને કારણ જણાવો નોટિસ જારી કરી છે અને તેમને પીએમના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ગંભીર ચૂકનો જવાબ આપવાનું કહ્યું છે. અજય મલૂજા વર્તમાન બઠિંડાના એસએસપી છે.
ઓછામાં ઓછા 5 અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવો નોટિસ જારી
એક અન્ય અધિકારીએ કહ્યું કે પંજાબ પોલીસના ઓછામાં ઓછા 5 અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવો નોટિસ જારી કરવામાં આવી છે. જે પીએમના પ્રવાસ દરમિયાન ફરજ પર હતા. અન્ય અધિકારીઓની ઓળખનો તાત્કાલીક ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર તે એસએસપી, ડીઆઈજી અને તેનાથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીઓ છે. ગૃહ મંત્રાલયે કારણ જણાવો નોટિસના માધ્યમથી અધિકારીઓને પૂછ્યું કે આ મોટી ચૂક માટે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી સહિત કાયદા હેઠળની કાર્યવાહી કેમ શરુ ન કરવામાં આવે.
અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી સંપૂર્ણ તપાસ બાદ જ કરવામાં આવશે
આ કાર્યવાહીના નિયમો હેઠળ સજામાં દોષી જોવા મળતા સસ્પેન્ડ, અનિવાર્ય સેવાનિવૃત્તિ, નિંદા અને પ્રમોશન રોકવાનું સામેલ છે. જો કે આ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી સંપૂર્ણ તપાસ બાદ જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા ચૂકના મામલે તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જેનું નેતૃત્વ (સુરક્ષા) કેબિનેટ સચિવાયલ સુધીર કુમાર સક્સેના કરી રહ્યા છે. આને બે અન્ય સભ્યોમાં ગુપ્તચર બ્યૂરોના સંયુક્ત નિદેશન બલબીર સિંહ અને વિશેષ સુરક્ષા સમૂહના આઈજી એસ સુરેશ સામેલ છે. કેન્દ્રએ સમિતિને જલ્દી રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.