ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / pm modis road show in kutch people in big numbers came for modi

શાનદાર સ્વાગત / VIDEO: કચ્છમાં PM મોદીનો રોડ શૉ, હાથમાં તિરંગા લઈને ઉમટી પડી ભીડ

Published By: Jaydeep Shah

Last Updated: 10:32 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીનાં કચ્છનાં રોડ શો માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. હાથમાં ઝંડા લઈને ભીડ ઉમટી પડી.

ADVERTISEMENT

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર
  • PM મોદી જેવા કચ્છ આવતા જ રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ
  • રોડ શો માટે લોકોમાં ઉત્સાહ 

 

વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે કારણ કે 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી જાગ્રત થઈ ગઈ. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.  

ભવ્ય રોડ શો
PM મોદી જેવા કચ્છ પહોંચ્યા રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી બહાર ઉતર્યા અને રોડ શો શરૂ થઈ ગયો. પીએમના કાર્યક્રમમાં રોડ શો સામેલ ન હતો પરંતુ ભીડના કારણે ભુજની અંદર રોડ શો જેવા દ્રશ્યો જોયા મળ્યા હતા. લોકો હાથમાં તીરંગા લઈને પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India Narendra Modi ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ