ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગુજરાતને મળી પહેલી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન, જાણીને ખુશ થઇ જશે સુરતીલાલા

ભેટ / ગુજરાતને મળી પહેલી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન, જાણીને ખુશ થઇ જશે સુરતીલાલા

Published By: Vishal Dave

Last Updated: 02:17 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ સુપરફાસ્ટ ટ્રેન સુરત-બ્રહ્મપુર ( ઓડિસા) વચ્ચે દોડશે.

ADVERTISEMENT

ગુજરાતના લાખો મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ સુપરફાસ્ટ ટ્રેન સુરત-બ્રહ્મપુર ( ઓડિસા) વચ્ચે દોડશે. આ ટ્રેન શરૂ થવાથીસુરત અને ઓડિશા વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ઓડિશાના પ્રવાસ દરમિયાન આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને સુરત રવાના કરશે. આ ટ્રેનનું સત્તાવાર સમયપત્રક હજુ જાહેર કરાયું નથી.. ટુંક સમયમાં રેલવે મંત્રાલય દ્વારા તેનું સમયપત્રક જાહેર કરાશે, આ ટ્રેન મુસાફરોને સસ્તી અને આરામદાયક મુસાફરીનો વધુ એક વિકલ્પ પુરો પાડશે

અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ખાસિયત

-આ એક સુપરફાસ્ટ ટ્રેન છે જેની મહત્તમ ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેન ‘પુશ-પુલ’ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ટ્રેનના બંને છેડે એન્જિન હોય છે.

-આ ટ્રેન નોન-એસી છે. તેમાં મુખ્યત્વે સ્લીપર અને જનરલ (અનરિઝર્વ્ડ) કોચ હોય છે. આ ટ્રેનો લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે.

-આ ટ્રેન સામાન્ય લોકો અને લાંબા અંતરની મુસાફરી કરતા મજૂરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનો મુખ્ય હેતુ સસ્તા અને આરામદાયક પ્રવાસનો વિકલ્પ પૂરો પાડવાનો છે.

આ પણ વાંચોઃ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં PM મોદી, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન વચ્ચે શું ફરક છે ?

- વંદે ભારત એસી છે જ્યારે અમૃત ભારત નોન-એસી છે.

-વંદે ભારતનું ભાડું વધુ હોય છે, જ્યારે અમૃત ભારતનું ભાડું ઓછું હોય છે.

-વંદે ભારત ટૂંકા અને મધ્યમ અંતર માટે છે, જ્યારે અમૃત ભારત લાંબા અંતર માટે છે.

-વંદે ભારત એન્જિન વગરની ટ્રેનસેટ છે, જ્યારે અમૃત ભારતમાં ‘પુશ-પુલ’ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat to Odisha Train Amrit Bharat Express Train Indian Railways

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ