ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં PM મોદી, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

ભાવનગર / ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં PM મોદી, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

Published By: Vishal Dave

Last Updated: 03:36 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કાર્યક્રમ દરમિયાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય અંતર્ગત 66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ અને શિપ-બિલ્ડિંગ સંબંધિત MoUs પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ 1 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય અંતર્ગત 66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ અને શિપ-બિલ્ડિંગ સંબંધિત MoUs પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા. સાથે જ વડાપ્રધાને દેશના મુખ્ય બંદરોના વિકાસ માટે 7,870 કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી.

વડાપ્રધાને આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા

270 કરોડના ખર્ચે ભાવનગરના બડેલી ગામમાં સોલાર પીવી પ્રોજેક્ટ

303 કરોડના ખર્ચે ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ માટેનો પ્રોજેક્ટ

583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકનો પ્રોજેક્ટ

ભાવનગરમાં 45 MLD ક્ષમતાવાળા નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ

આ પણ વાંચોઃ ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ વિધર્મીઓના નિશાને, મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો, કારના કાચ તોડાયા

ભાવનગરથી લોથલ જશે

ભાવનગર મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી લોથલની મુલાકાત લેવાના છે. વિશ્વપ્રસિદ્ધ લોથલ પુરાતત્વ સ્થળની રૂબરૂ મુલાકાત લેશે કે જ્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિના વૈભવ અને હેરિટેજ મ્યુઝિયમનું અવલોકન કરીને રાજ્યના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરા અને લોથલ બંને સ્થળોના અધિકારીઓ તથા પ્રોજેક્ટ ટીમો સાથે સમીક્ષા કરશે, તેમજ પ્રદેશના વિકાસ, રોજગાર સર્જન અને આંતરરાષ્ટ્રીય રોકાણના નવા અવસરો પર વિચારવિમર્શ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Development Projects Samudra Se Samriddhi Narendra Modi

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ