ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ વિધર્મીઓના નિશાને, મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો, કારના કાચ તોડાયા

શાંતિ ભંગ / ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ વિધર્મીઓના નિશાને, મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો, કારના કાચ તોડાયા

Published By: Vishal Khamar

Last Updated: 09:54 AM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ફરી અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિધર્મીઓ દ્વારા નવરાત્રી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ADVERTISEMENT

વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો છે. જૂનીગઢી વિસ્તારમાં, જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં નવરાત્રી પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલીક વાહનવિહોણી ઉભેલી ગાડીઓના કાચ તોડી નાંખવામાં આવ્યા અને પંડાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને જીવ બચાવવા માટે પગરખાં છોડીને લોકો ભાગ્યા હતા.

સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટથી વિવાદ

આ બધાનું મૂળ એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મૂકી દેવાઈ વિવાદિત પોસ્ટ માનવામાં આવી રહ્યું છે. પોસ્ટમાં મક્કા મદીનાને લઈ કરવામાં આવેલી અણચાહી ટિપ્પણી બાદ સ્થિતી વધુ બગડી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ સીટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

પરિસ્થિતિના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એડિશનલ પોલીસ કમિશનર સહિત ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તણાવવાળી સ્થિતિમાં ધર્મગુરુઓની સહાય લઈ, લાઉડસ્પીકરના માધ્યમથી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

પોલીસ વિભાગે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતા જોતા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ જાતનો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. હાલમાં પોલીસ તણાવગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચલાવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Navratri pandal attack Vadodara news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ