ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Rain Update / અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Published By: Vishal Khamar

Last Updated: 09:56 AM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં વહેલી સવારે અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ, બોડકદેવ, પકવાન, શિવરંજની, પ્રહલાદનગર અને ઈસ્કોન વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે.

રસ્તાઓ પર પાણી ભરાયા

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોને નાનીમોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય જનતાએ વરસાદનો આનંદ પણ માણ્યો.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મહાનગર પાલિકા તંત્ર દ્વારા નિકાસ વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ આજે PM મોદી ગુજરાતમાં, કરોડોના MoU, કરોડોનું ખાતમુહૂર્ત, સાથે રોડ શો પણ, જુઓ કાર્યક્રમ

અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો

શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને થોડીવારમાં વધુ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain ahmedabad rain Rain Update

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ