બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / આજે PM મોદી ગુજરાતમાં, કરોડોના MoU, કરોડોનું ખાતમુહૂર્ત, સાથે રોડ શો પણ, જુઓ કાર્યક્રમ
Last Updated: 06:11 AM, 20 September 2025
PM Modi Bhavnagar Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન થશે. વડાપ્રધાન ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન પણ પુર્ણ થઇ ચુક્યું છે.
ADVERTISEMENT
છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ
વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ₹5894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું અને ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે. જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT
1 લાખ કરોડ રૂપિયાના વિકાસકાર્યોને ખુલા મુકશે
વડાપ્રધાન ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
2500 કરોડથી વધારેના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
મનોરંજન / ફિલ્મ 'ગેંગસ્ટર' સોંગ 'Ya Ali' ફેમ સિંગર જુબિન ગર્ગનું મોત, કારણ ચોંકાવનારું
અનેક જિલ્લાઓને મળશે કરોડો રૂપિયાની ભેટ
ADVERTISEMENT
ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.
કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાન આજે 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.
આ પણ વાંચોઃ દેવાયત ખવડને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા, જો કે આ શરતો પાળવી પડશે
ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.