ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેવાયત ખવડને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા, જો કે આ શરતો પાળવી પડશે
Last Updated: 10:23 PM, 18 September 2025
ADVERTISEMENT
લોકડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડને મોટી રાહત મળી છે. વેરાવળ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે તેમના જામીન મંજુર કર્યા છે. દેવાયત ખવડના જામીન મંજૂર થતાં તેના સમર્થકો અને ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ કેસ ઘણા સમયથી ચર્ચામાં હતો અને તેમની જામીન અરજી પર સૌની નજર હતી. હવે તેઓ જેલમાંથી બહાર આવી શકશે.જો કે દેવાયત ખવડે જામીન માટેની કડક શરતોનું પાલન કરવું પડશે. જામીન મળતા ખાસ્સા દિવસના જેલવાસ બાદ હવે તેઓ મુક્ત થશે.
ADVERTISEMENT
શું આરોપ છે દેવાયત ખવડ પર ?
દેવાયત ખવડ પર ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં એક યુવક પર હુમલો કરવાનો આરોપ હતો. આ ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેઓ જેલમાં બંધ હતા. આ કેસની સુનાવણી દરમિયાન દેવાયત ખવડના વકીલે કોર્ટ સમક્ષ જામીન માટે દલીલો કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરેન્ડર માટે 18 સપ્ટેમ્બર છેલ્લો દિવસ, છતાંય અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ પક્કડથી કેમ દૂર?
કોર્ટે આ શરતો મુકી
ADVERTISEMENT
કોર્ટે શરત મૂકી છે કે દેવાયત ખવડ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત તેમને દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ શરતો પાછળનો હેતુ એ છે કે તેઓ સાક્ષીઓને પ્રભાવિત ન કરે અથવા ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો