બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સરેન્ડર માટે 18 સપ્ટેમ્બર છેલ્લો દિવસ, છતાંય અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ પક્કડથી કેમ દૂર?

રાજકોટ / સરેન્ડર માટે 18 સપ્ટેમ્બર છેલ્લો દિવસ, છતાંય અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ પક્કડથી કેમ દૂર?

Priykant Shrimali

Last Updated: 09:23 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aniruddhasinh Jadeja Surrender : રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હજી પણ ફરાર, સરેન્ડર માટે 18 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ, જો હાજર ન થયા તો શું થશે ?

Aniruddhasinh Jadeja Surrender : રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અનિરુદ્ધસિંહ જાડેજાને 8 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું હતું પણ તેઓએ અત્યાર સુધીમાં પોતાનો આત્મસમર્પણ કર્યું નથી. હવે હાઈકોર્ટ દ્વારા મળેલી મુદત પ્રમાણે 18 સપ્ટેમ્બર અનિરૂદ્ધસિંહ માટે છેલ્લી તારીખ છે.

નોંધનિય છે કે, અનિરુદ્ધસિંહ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યા કેસમાં આરોપી છે અને આ મામલામાં મળેલી સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કરી દીધો છે. એટલે હવે તેમને ફરીથી જેલમાં હાજર થવાનું છે.

હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે. જોકે ડેડલાઇન નજીક છે.

આ પણ વાંચો : અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડા એક ટેબલ પર? વાયરલ તસવીર પર પાટીદાર અગ્રણીએ ઉઠાવ્યા સવાલ

મહત્વનું છે કે, તેઓના વિરુદ્ધ એક બીજો ગંભીર આરોપ પણ નોંધાયેલો છે. વિગતો મુજબ પાટીદાર યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ તેઓ આરોપી છે. આ કેસમાં અમિતના પરિવારજનોએ અનિરૂદ્ધસિંહ પર ત્રાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : આ તારીખ સુધી બંધ રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, RTO જતા પહેલા શહેરીજનો વાંચી લેજો

જો સરેન્ડર નહીં કરે તો ?

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, જો અનિરૂદ્ધસિંહ 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે. અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aniruddhasinh Jadeja Surrender Popat Sorathiya case Ribada
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ