બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડા એક ટેબલ પર? વાયરલ તસવીર પર પાટીદાર અગ્રણીએ ઉઠાવ્યા સવાલ

સોરઠિયા હત્યા કેસ / અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડા એક ટેબલ પર? વાયરલ તસવીર પર પાટીદાર અગ્રણીએ ઉઠાવ્યા સવાલ

Priykant Shrimali

Last Updated: 11:41 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aniruddhasinh Jadeja : પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે, જેને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, જુઓ એવું તે શું આ તસવીરમાં ?

Aniruddhasinh Jadeja : અવાર-નવાર ચર્ચામાં રહેતું રાજકોટનું રિબડા ગામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાસ્તવમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજીવન કેદમાંથી મુક્તિ આપવા અને એક મહિનામાં સરેન્ડર કરવા આદેશ કાર્યો છે. આ તરફ હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડાનો ફોટો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે, જેને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

એવું તે શું છે આ વાયરલ તસવીરમાં ?

પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે જેમાં રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના પૂર્વ વડા ટી.એસ.બિસ્ટ એક જ ટેબલ પર સાથે જમતા જોવા મળી રહ્યા છે. નોંધનિય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કેસમાં દોષિત ઠેરવાયા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

હવે જાણો પાટીદાર અગ્રણીએ શું દાવો કાર્યો ?

સ્થાનિક પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ એવો દાવો કર્યો છે કે, અનિરુદ્ધસિંહની સજા માફી માટે તેનો પુત્ર શક્તિસિંહ જાડેજાએ 29 જાન્યુઆરી 2018ના રોજ અરજી કરી હતી. ખાસ બાબત એ છે કે, આ અરજીના દિવસે અનિરુદ્ધસિંહને સજા માફી મળી હતી. આ વાતને લઈને હવે સજા માફી પ્રક્રિયામાં ગેરરીતિના આશંકા સેવાઇ રહી છે.

આ તરફ પરસોત્તમ પીપળિયાએ અનિરુદ્ધસિંહની સજા માફીનો પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, જેલ અધિક્ષક ટી.એસ.બિસ્ટે સજા માફી માટે ભલામણ કરેલી હતી. હવે આ સમગ્ર મામલો વધુ ગરમાયો છે કારણ કે, હાઈકોર્ટે અનિરુદ્ધસિંહને આજીવન કેદમાંથી મુક્તિ આપવાની ભલામણ ફગાવી દીધી છે અને તેમને ચાર સપ્તાહમાં પોતે જ સુપરત થવાનો આદેશ કર્યો છે. આ નવા ખુલાસાઓએ સાબિત કરવા માગે છે કે, રાજકીય પ્રભાવશાળી વ્યક્તિઓ કાયદાની પ્રક્રિયામાં પણ દખલ આપી શકે છે.

જેલ અધિક્ષકના હુકમને ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યો

નોંધનયી છે કે, 15 ઓગસ્ટ 1988ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ અપાવવાના જેલ અધિક્ષકના હુકમને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે. નોંધનીય છે કે, પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે.

આ પણ વાંચો : PM ફરીવાર ગુજરાત પ્રવાસે, રૂ. 1400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

શું હતો સમગ્ર કેસ?

આ કેસની વિગત એવી છે કે, ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજ્ય સરકારની અપીલના આધારે 10 જુલાઈ 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને જીવન કેદની સજા આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parasottam Pipaliya Popatbhai Sorathiya murder case Aniruddhasinh Jadeja
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ