ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મ 'ગેંગસ્ટર' સોંગ 'Ya Ali' ફેમ સિંગર જુબિન ગર્ગનું મોત, કારણ ચોંકાવનારું

મનોરંજન / ફિલ્મ 'ગેંગસ્ટર' સોંગ 'Ya Ali' ફેમ સિંગર જુબિન ગર્ગનું મોત, કારણ ચોંકાવનારું

Last Updated: 06:28 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેવાલો અનુસાર, તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેના પરિણામે તેમનું મોત થયું.. ઝુબિન ગર્ગના અચાનક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને ચાહકો પર શોકની લહેર છવાઈ ગઈ છે

ADVERTISEMENT

ઇમરાન હાશ્મીની ફિલ્મ "ગેંગસ્ટર" ના પ્રખ્યાત ગીત "યા અલી" થી યુવાનોમાં ખુબજ પોપ્યુલર ગાયક ઝુબિન ગર્ગનું નિધન થયું છે. ઝુબિન એક મહાન આસામી ગાયક હતા. અહેવાલો અનુસાર, તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેના પરિણામે તેમનું મોત થયું.. ઝુબિન ગર્ગના અચાનક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને ચાહકો પર શોકની લહેર છવાઈ ગઈ છે, જેઓ તેમના પ્રિય ગાયકને યાદ કરીને આંસુ વહાવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, સિંગાપોર પોલીસે તેમને દરિયામાંથી બચાવ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. સઘન તબીબી સારવાર આપવા છતાં, ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. જુબિન ઉત્તર-પૂર્વ મહોત્સવમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં હતા, જ્યાં તેમનું આજે પ્રદર્શન થવાનું હતું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગુરેટને જુબિન ગર્ગના મૃત્યુની જાણ કરવામાં આવી છે. ગાયકનો મૃતદેહ 19 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે સિંગાપોરથી આસામ લાવવામાં આવી શકે છે. તેમના અંતિમ સંસ્કાર આસામમાં કરવામાં આવશે.

લોકસભા સભ્ય અને આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઝુબિન ગર્ગના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. તેમના આકસ્મિક અવસાનથી ચાહકો અને સમગ્ર આસામી સમુદાયને આઘાત લાગ્યો છે, જેનાથી ભારતના સંગીત ઉદ્યોગમાં એક ઊંડી શૂન્યાવકાશ સર્જાયો છે. આસામ, ઉત્તરપૂર્વ અને દેશના ચાહકો તેમના સૌથી પ્રિય કલાકારોમાંના એક ઝુબિન ગર્ગના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ શ્રદ્ધાંજલિ અને સંવેદના મોકલી રહ્યા છે.

ઝુબિન ગર્ગ ભારતીય સંગીત ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે આસામી, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીત ઉદ્યોગોમાં કામ કર્યું. તેમણે કન્નડ, નેપાળી, ઉડિયા, સિંધી, સંસ્કૃત, ખાસી, મણિપુરી અને અંગ્રેજી સહિત 40 થી વધુ ભાષાઓમાં ગીત ગાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Ya Ali Zubeen Garg Dead Zubeen Garg Died
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ