જાહેરાત / PM મોદીએ યુવાઓને આપી આ ચૅલેન્જ, 20 લાખ સુધીના ઈનામોની જાહેરાત

PM modi launches Atmanirbhar Bharat Innovation challenge offers prices worth of 20 lakhs

PM મોદીએ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરતા આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરી છે. PM મોદીએ આ ચેલેન્જની સૂચના ટ્વીટ કરીને આપી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને અટલ ઇનોવેશન મિશને સાથે મળીને નીતિ આયોગ હેઠળ ડિજિટલ ઇન્ડિયા  આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ શરુ કરવામાં આવી છે. આ ચેલેન્જ હેઠળ તમારે મોબાઈલ ગેમ્સ, સોશ્યલ મીડિયા અને ફોટો વીડિયો એડિટિંગ એપ્સ ડેવલપ કરવાના રહેશે. આ ચેલેન્જમાં તમને મહત્તમ 20 લાખ રૂપિયાનું ઇનામ મળી શકે તેમ છે. આ ચેલેન્જનું સૂત્ર છે: Make in India for India and the World 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ