- કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધેલા ખેલાડી સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
- આ દરમિયાન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા
- પીએમ મોદીએ ખેલાડીના પ્રદર્શનને લઈને કહી આ વાત
પ્રધાનમંત્રી મોદી આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ અવસરે તેમની સાથે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ખેલ રાજ્યમંત્રી નીસિથ પ્રમાણિક પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડીયામાં દેશે રમતના મેદાનમાં શાનદાર સિદ્ધિ મેળવી છે. તેમણે કહ્યું કે, દેશને પોતાના પદક વીરો પર ગર્વ છે. તેમણે અહીં મહિલા ખેલાડીઓને પણ ખૂબ વખાણ કર્યા હતા અને તેમને કહ્યું કે, બોક્સિંગ જૂડો-કુશ્તીમાં દિકરીઓએ જે કર્યું છે, તે અદ્ભૂત છે.
પીએમ મોદીના સંવાદના અમુક અંશો
- પીએમ મોદીએ કહ્યું કે, આપે તમામે ફક્ત એક મેડલ નહીં, પણ સેલિબ્રેટ કરવાનો અવસર, ગર્વ કરવાનો મોકો જ નથી આપતા, પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરો છો. આપ રમતમાં જ નહીં, પણ બાકીના સેક્ટરમાં પણ દેશના યુવાનોને શાનદાર કરવા માટે પ્રેરણા પુરી પાડો છો.
- તેમણે કહ્યું કે, તિરંગાની તાકાત શું હોય છે, એ આપણે થોડા સમય પહેલા જ યુક્રેનમાં જોયું. તિરંગો યુદ્ધક્ષેત્રમાં બહાર નિકળવામાં ભારતીયો જ નહીં પણ અન્ય દેશોના લોકો માટે પણ સુરક્ષાનું કવચ બની ગયો હતો.
- પીએમ મોદીએ કહ્યું કે, CWGમાં ભારતનું પ્રદર્શન ઐતિહાસિક છે. દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યો છે. ચેસમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. ભારત નવી રમતોમાં પણ પોતાની છાપ છોડી રહ્યું છે.
- પીએમ મોદીએ કહ્યું કે, વિજેતાઓ સાથે વાત કરીને પ્રેરિત થાવ છું. પ્લેયર્સનો જુસ્સો જ તેમની ઓળખાણ છે. CWGમાં ભારતનું પ્રદર્શન એક ઐતિહાસિક છે.
- ખેલાડીઓના વખાણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દરેક ખેલાડી પ્રશંસાને પાત્ર છે. બોક્સિંગ હોય, જૂડો હોય, કુશ્તી હોય, જે રીતે દિકરીઓએ ડોમિનેટ કર્યું, તે અદ્ભૂત છે. ગત વખતની સરખામણીમાં આ વખતે આપણે 4 નવી રમતોમાં જીતનો નવો રસ્તો બનાવ્યો છે.
- તેમણે કહ્યું કે, લોન બાઉલ્સથી લઈને એથલેટિક્સ સુધી, અભૂતપૂર્વ પ્રદર્શન રહ્યું છે. આ પ્રદર્શનથી દેશમા ંનવી રમતો પ્રત્યે યુવાનોનો ઝુકાવ વધ્યો છે.
- તેમણે કહ્યું કે, આપ બધા તો ત્યાં ટક્કર લઈને આવ્યા છો. પણ અહી ંકરોડો ભારતીય જોઈ રહ્યા હતા, મોડી રાત સુધી આપની દરેક એક્શન, મૂવ પર નજર રહેતી. ઘણા લોકો અલાર્મ લગાવીને પણ સુતા હતા, કે આપના પ્રદર્શનની અપડેટ લેતા રહે.
- પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે, ખેલો ઈંડિયાના મંચથી નિકળીને અનેક ખેલાડીઓએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. નવા ખેલાડીઓની શોધ અને તેમને પોડિયમ સુધી પહોંચાડવામાં અમારો પ્રયાસ વધારે તેજ કરશે.