બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / PM Modi gave an interview to American Newspaper , talked about international law and security

દેશ / યુદ્ધ નહીં, સંવાદથી થવું જોઈએ સમાધાન: અમેરિકાની ઐતિહાસિક યાત્રા પહેલા PM મોદીનો ખાસ ઈન્ટરવ્યૂ, જુઓ શું બોલ્યા

Vaidehi

Last Updated: 01:13 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ અમેરિકી ન્યૂઝપેપરને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું કે 'ભારત કોઈપણ દેશનું સ્થાન લેવાનો પ્રયત્ન નથી કરી રહ્યું, વિશ્વમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.'

  • PM મોદીએ અમેરિકી ન્યૂઝપેપરને આપ્યું ઈન્ટરવ્યૂ
  • USની યાત્રા પહેલાં ચીન સાથેનાં સંબંધોનો કર્યો ઉલ્લેખ
  • કહ્યું  વિવાદને સંવાદથી ઉકેલવું જોઈએ, યુદ્ધથી નહીં

PM Modi US Visit: પ્રધાનમંત્રી મોદી અમેરિકાની રાજકીય યાત્રા પર જઈ રહ્યાં છે. PM મોદીની આ પહેલી રાજકીય યાત્રા છે જે માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડને તેમને આમંત્રિત કર્યાં હતાં. ઐતિહાસિક યાત્રાથી પહેલા PM મોદીએ અમેરિકાનાં ન્યૂઝપેપર વૉલ સ્ટ્રીટ જર્નલને એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂ આપ્યું જેમાં તેમણે ભારતની વૈશ્વિક રાજનીતિમાં ભૂમિકા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો વિસ્તાર અને ચીન સાથેનાં સંબંધો પર વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે અમેરિકા અને ભારતનાં નેતાઓની વચ્ચે અભૂતપૂર્વ વિશ્વાસ છે.

'ભારત કોઈપણ દેશનું સ્થાન લેવાનો પ્રયત્ન નથી કરી રહ્યું'
PM મોદીએ વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકા પર વાત કરતાં કહ્યું કે ભારત એક ઉચ્ચ, વ્યાપક પ્રોફાઈલનો હકદાર છે. ભારત કોઈપણ દેશનું સ્થાન લેવાનો પ્રયત્ન નથી કરી રહ્યું. આ પ્રક્રિયામાં ભારતને વિશ્વમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવાનાં રૂપમાં જોવું જોઈએ.

સીમા પર અમન-શાંતિ રહે તે જરૂરી છે- PM મોદી
ચીન સાથેનાં સંબંધોને લઈને PM મોદીને પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેમણે ઉત્તર આપ્યો કે બંને પક્ષોમાં સામાન્ય સંબંધ રહેવા માટે સીમા પર અમન-શાંતિ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું સમ્માન કરવું, કાયદાનું પાલન કરવું અને મતભેદ-વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવામાં વિશ્વાસ રાખે છે પરંતુ ભારત પોતાની સાર્વભૌમત્વ અને ગૌરવનાં રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અમે શાંતિનાં પક્ષમાં છીએ- PM મોદી
PM મોદીએ કહ્યું કે તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને અન્ય દેશોનાં સાર્વભૌમત્વનું સમ્માન કરવું જોઈએ. વિવાદને સંવાદથી ઉકેલવું જોઈએ, યુદ્ધથી નહીં. જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત કયાં પક્ષમાં છે ત્યારે PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે અમે તટસ્થ છીએ. ના અમે તટસ્થ નથી અમે શાંતિનાં પક્ષમાં છીએ. દુનિયાને ખબર છે કે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા શાંતિ છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તાર
ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનાં સ્થાયી સ્થાનની માંગણી કરી રહ્યું છે.હાલમાં સુરક્ષા પરિષદમાં કુલ પાંચ- અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, રશિયા અને ચીન સ્થાયી દેશો છે. PM મોદીએ કહ્યું કે પરિષદની વર્તમાન સદસ્યતાનું મુલ્યાંકન થવું જોઈએ અને દુનિયાને પૂછવું જોઈએ કે તેઓ શું ઈચ્છે છે , ભારત ત્યાં રહે કે નહીં?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ