બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Plan a Weekend Tour At Ninai Waterfall Near Narmada Gujarat

પ્રવાસ / વાદળછાયા વાતાવરણમાં એડવેન્ચરની મજા માટે બેસ્ટ છે ગુજરાતની આ જગ્યા, વીકેન્ડમાં માણો મજા

Published By: Bhushita

Last Updated: 12:21 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વીકેન્ડ માટે આ વાદળછાયા વાતાવરણમાં ફરવા જવા માટે કોઈ જગ્યા શોધી રહ્યા છો તો આ જગ્યા તમને રાહત આપી શકે છે અને સાથે તમારા વીકેન્ડને ખાસ બનાવી શકે છે. નર્મદા પાસેનો નિનાઈ ધોધ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે.

  • વીકેન્ડ માટે આ હશે બેસ્ટ પ્લેસ
  • નર્મદાના નિનાઈ ધોધનો બનાવી લો પ્લાન
  • ગુજરાતમાં વડોદરાની નજીક આવેલો છે આ વોટરફોલ

વીકેન્ડમાં નિનાઈ અને ઝરવાણી ધોધની મુલાકાત માટે અનેક લોકો આવે છે અને આ જગ્યાનો આનંદ માણે છે. વિદેશના લોકો પણ અહીં આવીને તેનો લાભ લે છે. દર વર્ષે 2-3 લાખ લોતો ધોધની મુલાકાત લે છે. નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થળોની જેમ જાણીતા બનાવવાન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નિનાઈ વોટરફોલ- ફાઈલ ફોટો

2 ધોધના કારણે વધે છે આ જગ્યાની સુંદરતા

નિનાઈ ધોધ ગુજરાતના નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામથી 4 કિમી દૂર છે. અહીં પર્વતમાળાના સુંદર દ્રશ્યો અને સાથે વહેતી નદીઓ અને ઝરણાંથી મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં નજીકમાં બીજો એક ઝરવાણી ધોધ પણ છે.  ઘનઘોર વનની વચ્ચે આવેલો નિનાઈ ધોધ અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે. 

સાવધાની સાથે માણો મજા

જો તમે 2 દિવસનો પ્લાન કરી રહ્યા હોવ તો નિનાઈ ધોધ તમારા માટે બેસ્ટ પ્લેસ છે. 150 ફૂટ ઉપરથી વહેતું પાણી તમને શાંત કરે છે. આ સાથે અહીંના જંગલોના કારણે રચાતું સુંદર દ્રશ્ય મનને શાંતિ આપે છે. પ્રશાસન પ્રવાસીઓને ધોધમાં ન નહાવાની સલાહ આપે છે. 

નિનાઈ વોટરફોલ - ફાઈલ ફોટો

ચોમાસામાં સર્જાય છે ખાસ દ્રશ્યો

રજામાં પ્રવાસીઓને અહીંનું સૌંદર્ય આનંદ આપે છે. આ ધોધ જોવા ગુજરાત અને વિદેશના લોકો પણ આવે છે. નિનાઈ હોય કે ઝરવાણી બંને સુધી પહોંચવાનો રસ્તો કાચો અને કઠિન છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ બંને ધોધની મુલાકાત રોમાંચક બની રહે છે.

આ રીતે પહોંચી શકાશે નિનાઈ ધોધ

  • નિનાઈ ધોધ જવા માટે રાજ્ય ધોરી માર્ગ નં 163 પર ડેડિયાપાડા-માલસામોટ વચ્ચેના કોકટી ગામથી 4 કિમીના અંતરે છે અહીં કાચા રસ્તે પહોંચી શકાય છે.
  • ડેડિયાપાડાથી 35 કિમીના અંતરે અને સુરતથી 143 કિમીના અંતરે આવેલું છે. 
  • નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે જે આશરે 125 કિમી દૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Adventure Ninai WaterFall Place To travel Travel Weekend Picnic gujarat ગુજરાત ટ્રાવેલ નિનાઈ ધોધ વીકેન્ડ પ્લેસ વોટરફોલ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ